તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખગોળીય ઘટના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુર્યનોકાંતિવૃત અને આકાશી વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ખગોળિય ઘટના તા 20 અને 21 માર્ચના રોજ બની રહી હોય તારીખે દિવસ અને રાત એકસરખા હશે. બુધવારથી દિવસ લંબાતો જશે. પછી ફરી તા.21 જુને લાંબા દિવસનો અનુભવ કરાશે.

તા. 21 અને 22 માર્ચના રોજ રાજકોટમાં સુર્યોદય 6-53 કલાકે થશે.જ્યારે સુર્યાસ્ત 6-53 કલાકે થશે આવીજ રીતે અમદાવાદમાં સુર્યોદય 6-47 અને સુર્યાસ્ત 6-47 , સુરતમાં સુર્યોદય 6-46, અને સુર્યાસ્ત 6-46 ભુજમાં સુર્યોદય 6-58 અને સુર્યાસ્ત 6-58 કલાકે થશે જ્યારે વડોદરામાં સુર્યોદય 6-44 અને સુર્યાસ્ત 6-44 કલાકે થશે. આમ દિવસ સરેરાશ 12 કલાક 7 સેકન્ડ અને રાત્રી 11 કલાક 59 મિનિટ 53 સેકન્ડની બનશે.

તા.22 માર્ચથી સુર્ય ઉત્તરોત્તર ઉતર દિશા તરફ ખસતો જશે. કારણે દિવસ લાંબો થતો જશે.સુર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસતો જશે જેને કારણે સૂર્ય આકાશી વિષુવવૃત્તને છેદે છે જેને વસંત સંપાત કહેવામાં આવે છે. કારણે ગરમીનું પ્રમાણ વધતું જશે. રાત્રી ટુંકી થતી જશે. તા. 21 જુન લાંબામાં લાંબા દિવસ બનશે. ચંદ્રની દિશા, સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યની પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર દિવસ-રાતની લંબાઇ આધારિત હોય છે. આથી દિવસ-રાતની લંબાઇમાં 10 મિનિટનો તફાવત સ્વાભાવિકપણે માન્ય ગણાય છે. ખગોળીયશાસ્ત્રનો અભ્યાસ કરતા લોકો માટે 20 માર્ચ અને 21 માર્ચની દિવસ-રાત એકસરખા બનતા હોવાની ખગોળીય ઘટના મહત્ત્વની હોય અનેક લોકો ઘટના માણવા માટે ઉત્સુક બન્યા છે.

21 માર્ચથી ગરમી વધશે

21માર્ચને વસંત સંપાત તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તા. 21 સપ્ટેમ્બરને શરદ સંપાત તરીકે ઓળખવામાં અાવે છે. તા. 21 માર્ચે સુર્યની આકાશી વિષુવૃતને છેદવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. આથી દિવસથી ગરમીનું પ્રમાણ પણ વધતું જશે. દિવસથી પૃથ્વી તેની ધરી 23.5ને ખુણે નમેલી હોય છે. આપણે ઉતર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાના કારણે ગરમીનું પ્રમાણ વધે છે જ્યારે તા. 21 જુન પછી સુર્ય પુન: દક્ષિણ દિશા તરફ વળે છે. જે દક્ષિણાયન તરીકે ઓળખાય છે.

આજે દિવસ-રાતનો સમયગાળો એકસરખાે રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો