તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BRTS પર ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા આબાદ ઝડપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BRTS પર ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા આબાદ ઝડપાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર / જયેશ રાઠોડ. રાજકોટ

રાજકોટનાબીઆરટીએસ રોડ પર નીકળનારા વાહનચાલકો બેફામ બનીને નીકળે ત્યારે કદાપી એવું સમજવાની ભૂલ કરે કે તેને કોઇ જોઇ નથી રહ્યું, તેના ઉપર ચોકે-ચોકે તીસરી આંખ તાકીને બેઠી છે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના 11 કિ.મી.ના રોડ પર મહાપાલિકાએ સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. રાઉન્ડ ધી ક્લોક વાહનચાલકોની તમામ હરકતો પુરાવા સાથે કેમેરામાં કેદ થઇ રહી છે. વાહનચાલક કદાચ ટ્રાફિક પોલીસની નજરમાંથી છટકી જશે પણ કેમેરા મૂકવાના નથી! ટ્રાફિકના નિયમોનો છેડચોક ભંગ કરીને છટકી જનારા આવા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે મહાપાલિકા અને પોલીસતંત્ર બન્નેએ સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કર્યું છે. ટ્રાફિકના નિયમો તોડનારા તીસરી આંખની મદદથી છટકી શકવાના નથી.

રાજકોટનો સમાવેશ સ્માર્ટ સિટીની યાદીમાં થાય માટે કેન્દ્ર સરકારમાં મોકલવા માટે તૈયાર થયેલી પ્રપોઝલમાં બીઆરટીએસ રોડ શહેરની મધ્યમાં ગણીને વિકાસની એક બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવેલી છે. તેમાં સીસીટીવી કેમેરા અને તેના હેતુ સહિતની બાબતનો ઉલ્લેખ કરાયો છે. શહેરનો એકમાત્ર દોઢસો ફૂટ રિંગ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે, અમુક ધૂમ સ્ટાઇલ વાહનચાલકો બીઆરટીએસ રોડને જાણે રેસનું મેદાન સમજતા હોય રીતે બેફામ બને છે. આવારા તત્ત્વોની શાન ઠેકાણે લાવવા માટે સીસીટીવી કેમેરાનું શસ્ત્ર અજમાવવામાં આવશે. મહાપાલિકા પાસે દંડની સત્તા નથી. પરિણામે સીસીટીવી કેમેરામાં કેદ થનારા આવા વાહનચાલકોનો ડેટા મનપા પોલીસ તંત્રને આપશે. ઉપરાંત પોલીસ અને મનપા બન્ને નિયમિત રીતે ડ્રાઇવ ગોઠવી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાને સીસીટીવી કેમેરાની મદદથી પકડી દંડ કરાશે. ફૂટેજના આધારે આર.ટી.ઓ.ની મદદથી વાહનચાલકનું સરનામુ શોધીને દંડનો મેમો સીધો તેના ઘરે મોકલી દેવાના પગલાં પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે.

બીઆરટીએસ રૂટ પર અવારનવાર પોતાનું વાહન હંકારીને કાયદાનું ઉલ્લંઘનના અનેક બનાવો બન્યા છે. આવા સંજોગોમાં મનપાએ સિક્યૂરિટીની પણ વ્યવસ્થા ઊભી કરી છે. આમ છતાં અમુક તત્ત્વો કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે. પરંતુ હવે આવા તત્ત્વોને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે.

રૈયા ચોકડી પર સવારથી લઇને રાત સુધી ટ્રાફિકથી ધમધમતો હોય છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે મનપાના કન્ટ્રોલ રૂમ પર પહોંચી હતી ત્યારે સીસીટીવી કેમેરામાં જોતા ચોકમાં ક્યાંય ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન દેખાતા હતા. તેનો ફાયદો ઉઠાવીને એક ટ્રેક્ટર ચાલક ખાનગી વાહનો માટે પ્રતિબંધિત એવા બીઆરટીએસ બસ માટેના સિમેન્ટ રોડ પર બેખોફ પસાર થઇ રહ્યો હતો.

મવડી ચોકડી પર એક બાઇકસવાર નિયમનો ભંગ કરીને બીઆરટીએસ બસ માટેના સિમેન્ટ રોડ પરથી બિનદાસ્ત પસાર થઇ રહ્યો હતો. તેના મનમાં તો જાણે એવું હશે કે, મને કોઇ જોનારા કે પકડનાર નથી, પણ તીસરી આંખે તેને પકડી પાડ્યો હતો. નંબરપ્લેટ સહિતના પુરાવા સાથે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો અને ટ્રાફિક પોલીસને આપવા માટે તેનું ફૂટેજ પણ કાઢવામાં આવ્યું હતું.

માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના રોડ પર કુલ 18 બસ સ્ટોપ આવેલા છે. ઉપરાંત તમામ ચોક કવર્ડ થઇ જાય રીતે કુલ 112 સીસીટીવી કેમેરા મૂકેલા છે. ડે અને નાઇટ એમ બન્ને વિઝનના હાઇ રિઝોલ્યુશનના કેમેરા મુકાયેલા છે.

11 કિલોમીટરમાં 112 સીસીટીવી કેમેરા

તાજેતરમાં CCTV કેમેરાના આધારે 100 વાહનચાલકો દંડાયા

પખવાડિયાપહેલાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે ડ્રાઇવ ગોઠવી હતી. દરમિયાન 100થી વધુ વાહનચાલકો સીસીટીવી કેમેરાની મદદથી દંડાયા હતા. સમયાંતરે આવી ચેકિંગ ડ્રાઇવ ચાલુ રખાશે ઉપરાંત કેમેરાના ફૂટેજનો ડેટા તૈયાર કરીને પોલીસતંત્રને મોકલવામાં આવશે.જેના આધારે પોલીસ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહનચાલકોને દંડ ફટકારી કાર્યવાહી કરશે.

અકસ્માત સર્જીને નાસી છૂટેલાે ચાલક કેમેરાની મદદથી પકડાયો

બેદિવસ પહેલાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રિક્ષાચાલકે ટુ વ્હિલ સવાર મહિલાને ફંગોળીને નીકળી ગયો હતો. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વિસ્તાર જેના તાબામાં આવે છે ગાંધીગ્રામ પોલીસ સીધી મનપાના સીસીટીવી કેમેરાના કન્ટ્રોલ રૂમ પર પહોંચી ગઇ હતી. કેમેરાના આધારે છકડોચાલકને પકડી પાડ્યો હતો. તેમ કન્ટ્રોલ રૂમ પરના અધિકારી મનીષ વોરાએ જણાવ્યું હતું.

સમય : સાંજે 4:35

સ્થળ : મવડીચોકડી

સમય : સાંજે 4:10

સ્થળ : રૈયા ચોકડી

અકસ્માત સહિતની ઘટના અટકાવવા તંત્રે મેળવ્યો \\\"તીસરી આંખ\\\'નો સહારો

સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી પોલીસ અને મનપા ફટકારશે આકરો દંડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો