તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાઠિયાવાડ બાલાશ્રમમાંથી બે સગાભાઇને મળ્યા માતા પિતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાઠિયાવાડ બાલાશ્રમમાંથી બે સગાભાઇને મળ્યા માતા-પિતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનાગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં આશ્રય લઇ રહેલા બે અનાથ સગાભાઇઓને માતા પિતા અને પરિવારનો પ્રેમ મળ્યો છે. બન્ને બાળકોમાંથી એકને બેંગ્લોરના બીઝનેસમેન પરિવારે તથા એક ભાઇને મુળ વલસાડના અમનસર ગામના વતની અને હાલમાં કુવૈતમાં નોકરી કરતા પરિવારે દત્તક લીધો છે.

સમાજ કલ્યાણ અધિકારી કનકસિંહ ઝાલાના જણાવ્યા મુજબ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં 2005ના વર્ષમાં બે સગા ભાઇ આશ્રીત બન્યા હતા. જેમાં એકની ઉંમર 17 વર્ષની અને એકની ઉંમર 14 વર્ષની છે. ભૂપત અને કમલ નામના બન્ને ભાઇઓને દત્તક લેવા માટે બેંગ્લોરના બીઝનેસમેન મોહનલાલ અગ્રવાલ અને વલસાડના અમનસર ગામના ઠાકોરભાઇ હળપતિએ સમાજ સુરક્ષા વિભાગનો સંપર્ક કર્યો હતો. તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભૂપતને બેંગ્લોરના બીઝનેસમેન પરિવાર તથા કમલને વલસાડના અમનસર ગામના ઠાકોરભાઇ હળપતિના પરિવારે દત્તક લીધો હતો.

એક ભાઇને બેંગલોર અને અેકને વલસાડના પરિવારે દત્તક લીધો

દત્તક લેવા ઓનલાઇન અરજી પણ થઇ શકે છે

ગુજરાતરાજ્યમાં 8 સરકારી અને8 સ્વૈચ્છિક સંસ્થાઓ આવેલી છે જ્યાંથી અનાથ બાળકો દત્તક મળી શકે છે. બાળકોને દત્તક લેવા માગતા પરિવારો માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે.આ સુવિધા તા. 1 ઓગષ્ટ-2015થી શરૂ કરવામાં આવી છે. દત્તક લેવા માગતા પરિવારો જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યની નજીકમાં આવેલા 3 પડોશી રાજ્યોના બાળકો દત્તક લઇ શકે છે.

ગુજરાતમાં500 પરિવારનું વેઇટિંગ લિસ્ટ

સંતાનહીનપરિવારો દ્વારા અનાથ બાળકોને દત્તક લેવા માટેની અજ્ઞાનતાના કારણે કેટલીક જાણીતી સંસ્થાઓનોજ સંપર્ક કરવામાં આવે છે. વાસ્તવમાં ગુજરાતમાં આવી 16 સંસ્થાઓ છે જ્યાંથી બાળકો દત્તક મળી શકે છે. હાલમાં માત્ર ગુજરાત રાજ્યમાં દત્તક બાળકો લેવા માટની 450 થી 500 પરિવારોનું વેઇટીંગ લીસ્ટ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો