તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૂકા ગરમ પવનોથી લોકો ત્રસ્ત : રાજકોટ 35.3 ડિગ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂકા ગરમ પવનોથી લોકો ત્રસ્ત : રાજકોટ 35.3 ડિગ્રી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ-પૂર્વીયરાજસ્થાન વિસ્તારમાં અપર એર સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે રાજકોટ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ, દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઉત્તર-પશ્ચિમી ગરમ સૂકા પવનોને કારણે ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ઊઠ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવા છતાં ગરમીને કારણે લોકોએ દિવસ દરમિયાન ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુેલેશનની અસરને કારણે રાજકોટનું મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે લોકો ગરમીથી પરેશાન થઇ ઊઠ્યા હતા. બપોરે શહેરનાં રસ્તાઓ સૂના જોવા મળ્યા હતા.

વલસાડ, ભુજ, કંડલા એરપોર્ટ અને અમરેલી જેવાં શહેરોને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 27થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં અમરેલી 37.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.

આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે પણ દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

અમરેલી 37.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો