તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષિકા બહેનો ટકો મુંડન નહીં કરાવે: ઠરાવ કરાયો

શિક્ષિકા બહેનો ટકો-મુંડન નહીં કરાવે: ઠરાવ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાના શિક્ષણ સહાયકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો વચ્ચે અખત્યાર કરાયેલી ભેદભાવભરી નીતિના વિરોધમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા ફરી એક‌વખત એલાને જંગની જાહેરાત કરી લડતના મંડાણ કરવા તૈયારી શરૂ કરાઇ છે અને તેના ભાગરૂપે મહેસાણા ખાતે અમદાવાદ શહેર, ગ્રામ્ય, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર તથા રાજકોટ ખાતે રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, જામનગર, બોટાદ જિલ્લાના પ્રમુખ-મંત્રીની બેઠક યોજાઇ હતી. જેમાં 16મી સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં બહેનો ટકો-મુંડન નહીં કરાવે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના મંત્રી લીલાભાઇ કડછાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ સહાયકને ફિક્સ વેતનભેદ દૂર કરવા, સાતમા પગારપંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા સહિતના મુદ્દે સરકારની બેધારી નીતિના વિરોધમાં ફરી લડતના મંડાણ કરવાની ફરજ પડી છે ત્યારે આગામી 16 સપ્ટેમ્બરના રોજ યોજાનારા ટકો-મુંડનના કાર્યક્રમમાં અગાઉ બહેનો પણ જોડાનાર હતા, પરંતુ આ કાર્યક્રમથી તેમને સામાજિક સમસ્યા સર્જાય તેમ હોય અને મહિલાઓની ગરિમા જોખમાય તેમ જણાતા બહેનો ટકો-મુંડનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેશે, પરંતુ ટકો-મુંડનના કાર્યક્રમમાં ભાગ નહીં લ્યે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાંથી 2000 કરતા વધુ શિક્ષકોએ ટકો-મુંડન કરાવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...