તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી આપવા DEOને આદેશ

શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી આપવા DEOને આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની શાળાઓની કચેરીના કમિશનર દ્વારા ગત 10 ઓગસ્ટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી વિષયવાર એકઠી કરવા આદેશ કરાયો હતો. જે માહિતી આગામી 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કમિશનર શાળાઓની કચેરી ખાતે કમિટી રૂમમાં રૂબરૂ હાજર રહી રજૂ કરવા આદેશ કરાયો છે.

શાળાઓની કચેરીના કમિશનર દ્વારા ખાલી જગ્યાઓની વિગતો મોકલતા પહેલા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઇ મુજબ ફાજલ જાહેર થયેલા શિક્ષકોને રિકોલ કરવાની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરી લેવા આદેશ કરાયો છે, તેમજ ચાલુ વર્ષે અનુદાનિત શાળાઓમાં વર્ગ ઘટાડાની કાર્યવાહી હાથ ધરી તેના કારણે શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઇ ધ્યાને લઇ ફાજલ શિક્ષકોને સમાવવાની કામગીરી 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવા જણાવાયું છે, તેમજ ખાલી જગ્યાઓની વિગતે સંદર્ભે શિક્ષણ સહાયક અને જૂના શિક્ષકનું પ્રમાણ 3:1 જાળવવાનું રહેશે. જૂના શિક્ષકોની માહિતી અલાયદી તૈયાર કરી જાળવવાની રહેશે.

ડીઇઓને માહિતી સાથે હાજર થવાની તારીખ
6 સપ્ટેમ્બર: અમરેલી, જામનગર, ગીર-સોમનાથ, ડાંગ, દ્વારકા, ભરૂચ, ભાવનગર, દાહોદ, અમદાવાદ(શહેર), અમદાવાદ(ગ્રામ્ય), બોટાદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, અરવલ્લી

7 સપ્ટેમ્બર: રાજકોટ, કચ્છ, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, તાપી, વલસાડ, ખેડા, મહિસાગર, મહેસાણા, પાટણ, વડોદરા, સુરેન્દ્રનગર અને મોરબી

અન્ય સમાચારો પણ છે...