• Gujarati News
  • National
  • જિજ્ઞેશ ભજિયાવાળાની જામીન અરજી ફગાવાઈ

જિજ્ઞેશ ભજિયાવાળાની જામીન અરજી ફગાવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંનોટબંધી બાદ કરોડોની નવી નોટોની હેરાફેરીના કેસમાં ઇડીએ ઝડપેલા જિજ્ઞેશ ભજિયાવાલાએ કરેલી વચગાળાની જામીન અરજી સ્પે.જજ ડો.એ.સી. જોષીએ ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે 3.54 કરોડની નવી નોટો બદલી હોવાનો ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે. ત્યારે બાબતને હળવાશથી લઇ આરોપીને જામીન આપી શકાય નહીં.

આરોપી તરફે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરાઇ હતી કે, તેમની દીકરીને મેડિકલમાં એડ્મિશન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેને પિતાની હાજરીની આવશ્યકતા છે. તેમની સામેના કેસમાં ફરિયાદ દાખલ થઇ ગઇ છે. ત્યારે હવે પુરાવા કે સાક્ષી સાથે ચેડાં થવાની શક્યતા નથી. કોર્ટ શરતો લાદે તો તેનું પાલન કરવા તેઓ તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...