• Gujarati News
  • National
  • તહેવારો પર રેસકોર્સ સ્પોર્ટસ સંકુલ બંધ, ખેલાડીઓ નાખુશ

તહેવારો પર રેસકોર્સ સ્પોર્ટસ સંકુલ બંધ, ખેલાડીઓ નાખુશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તઘલખીનિર્ણયોને કારણે ચર્ચામાં રહેતી રાજકોટ મહાનગરપાલિકાએ આગામી 12થી 18 વચ્ચે રેસકોર્સ સ્થિત જુદા જુદા મેદાનો બંધ રાખવાની સૂચના આપી વધુ એક વિવાદ છેડતા ખેલાડીઓમાં રોષની લાગણી વ્યાપી છે. રેસકોર્સ ખાતે સાતમ-આઠમનો મેળો થતો હોય અને મહાનગરપાલિકા તંત્રનો તમામ સ્ટાફ ત્યાં વ્યસ્ત હોવાને કારણે આવો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ ખેલમહાકુંભનો 18 ઓગસ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે. તેવા સમયે તંત્રના સ્પોર્ટસ સંકુલ બંધ રાખવાના તઘલખી નિર્ણયથી ખેલાડીઓની પ્રેક્ટિસમાં બ્રેક લાગી જશે. જો કે, રજાના દિવસોમાં ખેલાડીઓ પ્રેક્ટિસ માટે વધુ સમય ફાળવી તનતોડ પ્રેક્ટિસ કરતાં હોય છે. ત્યારે તંત્રે રેસકોર્સ સ્થિત ફૂટબોલ, હોકી, ટેનિસ, ઇન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિકસ સહિતના તમામ મેદાનો સાત દિવસ બંધ રાખવાની સૂચનાથી ખેલાડીઓમાં રોષની લાગણી વ્યાપી છે. સદંતર બંધને બદલે સાંજના સમયે અને આઠમના આખા દિવસે બંધ રાખવાનો તંત્રે નિર્ણય કરવો જોઇએ તેવું ખેલાડીઓ ઇચ્છી રહ્યાં છે.

રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાનુ આયોજન થતુ હોય જેને કારણે આવો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આટલા દિવસ બંધ રાખવાને બદલે સવારના સમયે પ્રેક્ટિસ કરવાની છુટ આપવા ખેલાડીઓએ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...