તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 50 ગુનામાં વોન્ટેડ શખ્સ દારૂ, બિયર ભરેલું મેટાડોર મૂકી ફરાર

50 ગુનામાં વોન્ટેડ શખ્સ દારૂ, બિયર ભરેલું મેટાડોર મૂકી ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભક્તિનગરસ્ટેશન પ્લોટમાં બુધવારે રાતે દારૂ, બિયરનું કટિગ થઇ રહ્યું હતું ત્યારે પોલીસે દરોડો પાડતા કુખ્યાત બૂટલેગર યાકુબ મુસાભાઇ મોટાણી આઇસર મેટાડોર મૂકીને ભાગી ગયો હતો. મેટાડોરમાંથી રૂ.4.17 લાખનો દારૂ, બિયરનો જથ્થો મળી આવતા દારૂ, બિયર કબજે કરી યાકુબની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આજી ચોકડી નજીકથી પોલીસ દારૂની 132 બોટલ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

બજરંગવાડીમાં રહેતો અને દારૂના 50થી વધુ ગુનામાં વોન્ટેડ યાકુબ મોટાણી ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં દારૂનું કટિંગ કરવા આવવાનો છે તેવી ક્રાઇમ બ્રાંચના અનિલભાઇ, રામભાઇ અને હરદેવસિંહને બાતમી મળી હતી. પીએસઆઇ એ.એસ.સોનારા સહિતના સ્ટાફે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં દરોડો પાડતા યાકુબ અને તેના મળતિયાઓ મેટાડોર મૂકીને ભાગી ગયા હતા. પોલીસે કુલ રૂ.11.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આજી ચોકડી નજીકથી પોલીસે કારને આંતરીને તલાશી લેતા દારૂની 132 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ,કાર સહિત 2.62 લાખનો મુદ્દામાલ કબજે કરી અનમોલપાર્કમાં રહેતા ઝૂબેર બસીરભાઇ શમાની ધરપકડ કરી હતી.

આજી ડેમ પાસેથી દારૂ ભરેલી કાર સાથે ઈસમ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...