તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • છેડતી મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી, ત્રણ વ્યક્તિને ઇજા

છેડતી મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી, ત્રણ વ્યક્તિને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈયાધારમાંરહેતા બે પરિવાર વચ્ચે છેડતી મામલે મારામારી થતા મહિલા સહિત 3ને ઇજા થઇ હતી. પોલીસે બન્નેની સામી સામી ફરિયાદ નોંધી હુમલામાં ઘવાયેલા મુકેશ કરશનભાઇ ડઢાણિયા (ઉ.વ.19) ફરિયાદમાં એવો આરોપ મૂક્યો છે કે, તેની 14 વર્ષની બહેનની પાડોશમાં રહેતા ધનજીભાઇનો પુત્ર છેડતી કરતો હોવાથી પોતે સમજાવવા જતા ધનજી અને રાહુલે મારમાર્યો હતો. સામાપક્ષે વિજય ધનજીભાઇ કુંવરિયા નોંધાવેલી વળતી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે, પોતે ઘરે હતા ત્યારે કરશનભાઇ, તેના બે પુત્ર વિજય અને મુકેશ ઘરે આવ્યા હતા અને તારા ભાઇ રાહુલને મારી બહેન સાથે પ્રેમસંબંધ છે તોડી નાખવાનું કહી દેજે તેમ કહી ધોકાથી હુમલો કર્યો હતો. હુમલામાં પોતાને તેમજ વચમાં પડેલા માતા નનીબેનને ઇજા થઇ હતી. એએસઆઇ મેરામભાઇ હુુંબલે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...