તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેટ વિભાગના અધિકારીઓની રોજ વીડિયો કોન્ફરન્સ થશે

વેટ વિભાગના અધિકારીઓની રોજ વીડિયો કોન્ફરન્સ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી અંગે સ્થાનિક કક્ષાએ વેપારીઓને નડતા પ્રશ્નનું નિરાકરણ કરવા તાકીદ

1જુલાઇથી જીએસટી લાગુ થઇ રહ્યો છે. જીએસટીને લઇ વેપારમાં ભારે મૂંઝવણ તેમજ અનેક પ્રશ્નો છે. વેપારીઓને ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે વેટ વિભાગના અધિકારીઓની રોજ વીડિયો કોન્ફરન્સ રાખવામાં આવે છે.

રાજકોટ વેટ વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર જીએસટીને લઇ હાલ તમામને સમયાંતરે તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથે સાથે વીડિયો કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ગાંધીનગરના અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. સ્થાનિક કચેરીમાં જીએસટીને લગતા કોઇ પ્રશ્ન છે કે કેમ, વેપારીઓને હાલમાં કોઇ મુશ્કેલી થઇ રહી છે. કે શું, વગેરેનો રિપોર્ટ માગવામાં આવે છે.

ઉપરાંત જીએસટી વેટની સરખામણીએ કોઇ રીતે અલગ છે. જીએસટી આવ્યા બાદ વેટ અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે પણ જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત જો કોઇ અધિકારીને પ્રશ્ન ઉદ્દભવે તો તેનું નિરાકરણ પણ આપવામાં આવી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સ સાંજે પાંચ કલાકે શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે, જીએસટીને લઇ હાલ વેટ વિભાગમાં વહીવટી કામગીરી, આકારણી પૂર્ણ કરવા સહિતના કામ ઝડપી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...