તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા જેલમાં મોકલી અપાઈ, યુવકોને ફસાવી તોડ કરવાના 3 ગુના નોંધાયા છે

વડોદરા જેલમાં મોકલી અપાઈ, યુવકોને ફસાવી તોડ કરવાના 3 ગુના નોંધાયા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક વિવાદોમાં સપડાયેલી પાયલ બુટાણી પાસામાં ધકેલાઈ

દારૂઅને બીભત્સ િફલ્મની સીડીઓ સાથે પકડાયા પછી સતત વિવાદમાં રહેતી પાયલ ભાવેશભાઈ બુટાણી સામે તાજેતરમાં યુવકોને ફસાવીને નાણા પડાવવાના ત્રણ ગુના નોંધાયા હતા. જેને પગલે રાજકોટ પોલીસ કમિશનરે ઈશ્યૂ કરેલા વોરંટના આધારે તાલુકા પોલીસે મોડીરાત્રે પાયલની ધરપકડ કરીને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલી આપી હતી.

બે વર્ષ પહેલાં ગાંધીગ્રામ પોલીસે કોલેજિયન યુવતી પાયલ બુટાણી અને ક્રિષ્ના ધારૈયાને કારમાંથી દારૂ અને બીભત્સ િફલ્મની સીડીઓ સાથે પકડી હતી. ત્યારપછી કમલેશ રામાણી સામે આક્ષેપો કરીને વિવાદ ઊભો કર્યો હતો. એક પછી એક વિવાદમાં ઘેરાયેલી રહેતી પાયલ બુટાણીએ અને તેના સાગરિતોએ છેલ્લા કેટલાક સમયથી યુવતીઓ મારફત માલેતૂજાર યુવકોને ફસાવીને લાખો રૂપિયાના તોડ કરવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસમાં પાયલ સામે બ્લેકમેઇલિંગના ગુના નોંધાયા હતા. પાયલની ગેરકાનૂની પ્રવૃત્તિઓને ધ્યાને લઈ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે પાસાનું વોરંટ ઈશ્યૂ કર્યું હતું. તાલુકાના પીઆઈ વરુ સહિતના સ્ટાફે મોડીરાત્રે પાયલની અટકાયત કરીને વડોદરા મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...