તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • છૂટાછેડા પછી પણ પૂર્વ પતિએ પત્નીના ફોટા વાઈરલ કર્યા

છૂટાછેડા પછી પણ પૂર્વ પતિએ પત્નીના ફોટા વાઈરલ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડરોડ પર યોગીદર્શન-1 માં રહેતા નિકિતાબેન કનકભાઇ આહ્યાએ એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેન્સિમાં રહેતા પૂર્વ પતિ જતીન કનૈયાલાલ રાજવીર છૂટછોડા પછી પણ હેરાન કરતો હોવાની તેમજ લગ્ન પછી ફરવા ગયા હતા ત્યારે પાડેલા ફોટા FB માં અપલોડ કરી બદનામી થાય તેવા પ્રયાસ કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. વારંવાર મહિલાના ઘર પાસે આવીને મોડીરાતે માનસિક ત્રાસ આપતો હોવાની પણ મહિલાએ ફરિયાદમાં નોંધ કરાવી છે.

નિકિતાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન 6 ડિસેમ્બર 2014ના રોજ જતીન સાથે થયા હતા. પતિ સાથે મનમેળ હોવાથી લગ્નના 6 મહિના પછી પોતે માવતર રોકાવા આવી ગઇ હતી અને 25 ઓક્ટોબર 2016ના રોજ કોર્ટ મારફત પતિ સાથે છૂૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા થઇ ગયા પછી પણ પૂર્વ પતિ જતિન અવારનવાર ઘર પાસે બાઇક લઇને આવી હોર્ન વગાડી શોભે તેવા શબ્દો બોલે છે, પરિવારના સભ્યો તેને જતા રહેવાનું કહે તો ગાળો ભાંડે છે, પોતે બહાર નીકળે ત્યારે હું તારું મોઢું જોવું હશે ત્યારે તારા ઘર પાસે આવીશ, જે થાય કરી લે જે તેવી ધમકી આપે છે. છેલ્લે 28 મેના રાતે 1 વાગે ઘર પાસે અાવીને હોર્ન વગાડ્યા હતા. તે ફોન કરીને પણ પરેશાન કરે છે.

વધુમાં બીજા લગ્ન કરવામાં મુશ્કેલી થાય અને સમાજમાં બદનામી થાય માટે લગ્ન પછી જ્યારે ગોવા ફરવા ગયા હતા ત્યારે બન્નેના સાથે પાડેલા પૈકી 7 ફોટા જતીન રાજવીર નામથી ફેસબૂક એકાઉન્ટમાં 29 મેના રોજ અપલોડ કરતા નાછૂટકે ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. પીઆઇ પી.એન.વાઘેલાએ અંગે તપાસ શરૂ કરી છે.

મોડીરાતે ઘર પાસે બાઇકનું હોર્ન વગાડી પરિવારના સભ્યોને ગાળો ભાંડતો હોવાની રાવ

સતત હેરાન કરતો હોવાની ફરિયાદ નોંધાઈ

અન્ય સમાચારો પણ છે...