તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો, રીવાબાએ દીકરીને જન્મ આપ્યો

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો, રીવાબાએ દીકરીને જન્મ આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યા છે. રીવાબાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બુધવારની મધરાત્રે એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. રવીન્દ્ર હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. પરંતુ મોડી રાત્રિના પિતા બન્યા અંગેની જાણ તેમના પરિવારજનોએ રવીન્દ્રને કરી હતી. જાડેજા અને સોલંકી પરિવારમાં ખુશીનો માહોલ છે. સગા-સંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનોના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. રીવાબાએ બોર્ન બેબીની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા જાડેજાના લાખો ક્રિકેટ ચાહકોએ રવીન્દ્ર અને તેમના પત્ની રીવાબાને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો.

જામનગર જિલ્લાના હાડાટોડા ગામના અને ભારતની ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સ્થાન મેળવનાર રવીન્દ્ર જાડેજાના લગ્ન મૂળ બાલાગામના અને રાજકોટમાં રહેતા ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીના પુત્રી રીવાબા સાથે એક વર્ષ પહેલાં થયા હતા. રીવાબાને સારા દિવસો જતાં હોવાના સમાચાર પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. દરમિયાન બુધવારની રાત્રિના રીવાબાને પ્રસૂતિની પીડા થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મધરાત્રે 1:16 કલાકે તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો.

રવીન્દ્ર દીકરીનો પિતા બન્યા અંગેની જાણ મોડીરાત્રિના કરી દેવામાં આવી હતી. ગુરુવારે વહેલી સવારે રીવાબાએ તેની પુત્રીની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, માતા અને પુત્રી બંનેની તબિયત સારી છે. રીવાબાના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે તેનાથી બીજી ખુશીની શું વાત હોઇ શકે.

બીજી તરફ રવીન્દ્રના ઘરે પુત્રી જન્મના સમાચાર સોશીયલ મીડિયામાં ફટાફટ વાઇરલ થવા લાગ્યા હતા. ભારત-શ્રીલંકાના મેચના કોમેન્ટેટર કપીલ દેવે પણ રવીન્દ્ર પિતા બન્યાની કોમેન્ટ્રી બોક્સમાંથી જાણ કરી હતી.

લક્ષ્મીજી પધારતા પરિવાર ખુશખુશાલ, માતા-પુત્રી બંનેની તબિયત સારી, રવીન્દ્રને મોડીરાત્રે શુભ સમાચાર અપાયા

રીવાબાએ ન્યૂ બોર્ન બેબીની તસવીર વાઇરલ કરી

જાડેજા પરિવારના નવા મહેમાન.

બે દિવસ પહેલાં રીવાબાને રવીન્દ્રએ ફોન કર્યો હતો

4જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હતો. પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ મોડીરાત્રે રવીન્દ્રએ રીવાબાને ફોન કરી કહ્યું હતું કે, ટેક કેર. તેમજ રીવાબાએ પણ રવીન્દ્રને કહ્યું હતું કે, ટુ ગૂડ રવી. રીવાબાએ પોતાના પિતાના ઘરે આખો મેચ નિહાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...