તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં ઝાપટાં, જસદણ, શિવરાજગઢમાં 1 થી દોઢ ઇંચ

રાજકોટમાં ઝાપટાં, જસદણ, શિવરાજગઢમાં 1 થી દોઢ ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારેમેઘરાજા ફરી એક વખત રાજકોટ શહેર અને જિલ્લામાં હાજરી પુરાવી ગયા હતા. રાજકોટમાં બપોરે દોઢ વાગ્યા આસપાસ જોરદાર ઝાપટું વરસ્યા બાદ આકાશ વાદળછાયું રહ્યું હતું. ન્યૂ રાજકોટમાં રાત્રે પણ ઝાપટું પડતા રસ્તા પર પાણી દોડી ગયા હતા. બીજી તરફ જિલ્લાના જસદણ, શિવરાજગઢ અને માધવીપુર પંથકમાં તો ધોધમાર વરસાદ પડ્યો હતો.

ગુુરુવારે બપોરે જસદણ, વીંછિયા અને આટકોટમાં જોરદાર ઝાપટાં વરસી પડ્યા હતા. વીંછિયામાં તો એક ઇંચ પાણી પડી ગયું હતું, જ્યારે અન્યત્ર નોંધી શકાય તેટલો વરસાદ હતો. ઉપરાંત ગોંડલ, ધોરાજી, મોવિયામાં પણ છૂટાછવાયા હળવા છાંટા પડ્યા હતા. આટકોટમાં તો વીજળીના કડાકા ને ભડાકા સાથે જોરદાર પવન પણ ત્રાટક્યો હતો અને પળવારમાં તો વરસાદે રોડ પર પાણી ચાલતા કરી દીધા હતા.જસદણની ભાદર નદી અને આટકોટ રોડ પર આવેલ ખારી નદીમાં મોસમનું પ્રથમ ઘોડાપૂર આવતા લોકો તે જોવા ઊમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...