તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિલ્ડરે પ્રોજેક્ટમાં ઉપયોગ કરેલા તમામ ફિટિંગમાં ગ્રાહકોને પાંચ વર્ષ સુધીની વોરંટી આપવી પડશે

બિલ્ડરે પ્રોજેક્ટમાં ઉપયોગ કરેલા તમામ ફિટિંગમાં ગ્રાહકોને પાંચ વર્ષ સુધીની વોરંટી આપવી પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

રિયલએસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016નો અમલ શરૂ થઇ ગયો છે. હવે 500 ચો.મી. અને આઠ ફ્લેટથી મોટો પ્રોજેક્ટ ચાલુ હોય કે નવો મુકવાના હોય તે તમામ બિલ્ડરને તેના નિયમોનું પાલન કરવું ફરજિયાત બની ગયું છે. અત્યાર સુધી બિલ્ડર બ્રોસરમાં કંઇક બીજુ બતાવતા હતા અને ગ્રાહકોને નબળી ગુણવત્તાવાળો માલ આપતા હતા. રેરાના નિયમ મુજબ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લીધેલા તમામ ફિટિંગમાં ગ્રાહકોને પાંચ વર્ષની વોરન્ટી આપવી પડશે. રેરાના નિયમ મુજબ હવે બિલ્ડર ઉપરાંત હાઉસિંગ બોર્ડ, મહાનગરપાલિકા સહિતની સરકારી સંસ્થાઓ કે જેઓ બિલ્ડિંગ તૈયાર કરી રૂપિયા લઇ લોકોને આપે છે તે તમામ પ્રોજેક્ટમાં રેરાનો નિયમ લાગુ પડશે. બિલ્ડર રેરામાં રજિસ્ટ્રેશન મેળવ્યા બાદ બ્રોસર કે જાહેરાત પ્રસિધ્ધ કરી શકશે અને બુકિંગ મેળવી શકશે. ગ્રાહકને બ્રોસરમાં કલબ હાઉસ કે અન્ય જે સવલત દેખાડી હશે તે તમામ સુવિધા આપવી પડશે. જો આમ કરવામાં બિલ્ડર બેદરકારી રાખશે તો ગ્રાહક રેરા ઓથોરિટી સમક્ષ ફરિયાદ દાખલ કરી શકે છે. ફરિયાદના આધારે ઓથોરિટી બિલ્ડર સામે શિક્ષાત્મક પગલાં પણ લેશે. જે જમીન પર બિલ્ડરે એપાર્ટમેન્ટ, મકાન કે પ્લોટની યોજના મૂકી છે તે જમીનના ટાઇટલ ડિફેક્ટિવ હોવાનું બહાર આવે તો બુકિંગ કરનાર જે ક્લેઇમ કરે તે મુજબ વળતર આપવું પડશે. ગ્રાહકને પૂરતી સુવિધા નહીં મળે તો તે બુકિંગ સમયે આપેલી રકમ પરત મેળવી શકે છે અને તેનું વ્યાજ પણ માગી શકે છે. રેરામાં રજિસ્ટ્રેશન કરાવવાથી બિલ્ડરને પણ લાભ થઇ રહ્યો છે. જ્યારે પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનાર ગ્રાહકોને પણ રોકાયેલા નાણાંનું પૂરું વળતર મળશે.

સુપર બિલ્ટઅપ અને બિલ્ટઅપ, હવે કેવી રીતે પ્રોપર્ટી મળશેω ?

-ગ્રાહક અને બિલ્ડર વચ્ચે કારપેટ એરિયા (જેમાં ફળિયું, બાલ્કની, બહારની દીવાલનો સમાવેશ નહીં થાય) તે મુજબનું એગ્રિમેન્ટ થશે. બિલ્ડર અલગથી સુવિધાઓ માટે ચાર્જ લેશે તો તે અંગે એગ્રિમેન્ટમાં ઉલ્લેખ કરવો પડશે.

ωપ્રોજેક્ટ1મે પહેલાથી ચાલે છે તો તેને પણ રજિસ્ટ્રેશન કરાવવો પડેω ?

-હા, માત્ર પ્રોજેક્ટનું રેરા હેઠળ રજિસ્ટ્રેશન નહીં થાય જે પ્રોજેક્ટને 30 એપ્રિલ સુધીમાં કમ્પ્લિશન સર્ટિ. આવી ગયું હોય. જે પ્રોજેક્ટ પૂરા થઇ ગયા છે, પરંતુ એનઓસી નથી આવ્યા તે પ્રોજેક્ટને રેરા હેઠળ 31 જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ωમેબિલ્ડર પાસેથી પ્રોપર્ટીની ખરીદી કરી અને સમયસર પઝેશન આપ્યું તો શું કરુંω ?

-જો એગ્રિમેન્ટ અને બ્રોશરમાં નક્કી કરેલા સમયમાં પઝેશન મળ્યું હોય તો તમને પ્રોપર્ટીનું સંભવિત ભાડે મળી શકે છે. અથવા બિલ્ડરે વ્યાજ આપવું પડે.

બ્રોશરમાંબિલ્ડરે સ્વિમિંગ પુલ અને કલબહાઉસ દેખાડ્યું હતું, પરંતુ હવે તે નથી આપતા. શું થશેω ?

-જે પ્રોજેક્ટ 1 મે પહેલાનો છે તો તેમાં બ્રોશરના વાયદા માન્ય નહીં રહેે, માત્ર એગ્રિમેન્ટમાં જે લખ્યું હશે તેને રેરા સાચુ માનશે. એગ્રિમેન્ટમાં જે સુવિધા દેવાની વાત કહી છે તે સુવિધા બિલ્ડર નહીં આપે તો તેની સામે રેરા કાર્યવાહી કરશે અને તમને વળતર અપાવી શકે છે. નવા પ્રોજેક્ટમાં બ્રોશર અને એગ્રિમેન્ટ બન્નેમાં જે દર્શાવ્યું છે તે માન્ય રહેશે.

ωહુંહવે પ્રોપર્ટી નથી લેવા માંગતો, શું રકમ પરત મળશેω ?

-હા, પરંતુ બિલ્ડરની ભુલ નહીં હોય તો મૂળ રકમ પરત મળશે. જો બિલ્ડરની કોઇ ભુલ હોય તો વ્યાજ (જે રેરા સમય સમય પર નક્કી કરશે) સહિત રકમ મળશે.

રેરામાંશું તમામ બિલ્ડરને રજિસ્ટ્રેશન કરાવવું પડશેω ?

-નહીં, રેરામાં બિલ્ડર નહીં પણ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન થશે. 500 ચો.મી. જમીન અને 8 ફલેટથી નાનો પ્રોજેક્ટ હશે તો તેને રજિસ્ટ્રેશનની જરૂર નથી. પરંતુ રેરાને ચાલુ પ્રોજેક્ટ ન્યાયના હિતમાં કાયદા અન્વયે આવરી લેવાની જરૂર છે તેમ લાગે તો ફરજ પાડી શકે છે.

હુંરિયલ એસ્ટેટ એજન્ટ છું, મારે શું કરવુંω ?

-રેરામાં રજિસ્ટ્રેશન થયું હોય તે તમામ પ્રોજેક્ટમાં ફ્લેટ, મકાન કે પ્લોટનું વેચાણ કરવું હોય તો રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વર્ષમાં એક વખત માહિતી આપવી પડશે કે ક્યા પ્રોજેક્ટમાં કેટલા સોદા કર્યા અને કમિશન લીધું.

રેરામાંરજિસ્ટ્રેશન કરાવવાના લાભ શું છેω ?

-રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રોજેક્ટની માર્કેટિંગ કરી શકાશે નહીં અને બુકિંગ પણ નહીં થઇ શકે. રેરાથી રજિસ્ટ્રેશન નંબર મળ્યા બાદ બન્ને કામ કરી શકાશે. બિલ્ડરે તમામ જગ્યા પર નંબર આપવો પડશે.

બિલ્ડરનાબે પ્રોજેક્ટ ચાલે છે, રકમ એક બીજામાં ઉપયોગ થશે?

-નહીં, તમામ પ્રોજેક્ટનું બેંક એકાઉન્ટ અલગ અલગ રાખવાનું છે અને બુકિંગની રકમ પણ તેમાં જમા કરવાની છે. જે તે પ્રોજેક્ટમાં ખર્ચ થશે. દર ત્રણ માસમાં તેનો હિસાબ આપવો પડશે.

પ્રોપર્ટી ખરીદ કરનાર સામાન્ય લોકોથી લઇ બિલ્ડર માટે જાણવું જરૂરી

રેરાથી પ્રમાણિક બિલ્ડરોને પણ લાભ થશે

^રાજકોટના બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચે પહેલાથી સુમેળભર્યા સબંધો રહ્યા છે. અન્ય શહેરોની જેમ અહીં ચિટિંગ ઓછું થાય છે. પરંતુ હવે રેરાના અમલની શરૂઆત થઇ જતા પ્રમાણિક બિલ્ડરોને મોટો લાભ થશે. > પરેશગજેરા, બિલ્ડર

રેરાની સાઇટ પર બિલ્ડરની કુંડળી હશે

^બિલ્ડર જે બ્રોસર બતાવે તે જોઇ ગ્રાહકો ફલેટ, ડુપ્લેક્સ કે પ્લોટની ખરીદી કરતા હતા. પરંતુ રેરા એક્ટના અમલ બાદ બિલ્ડરે તેના પ્રોજેક્ટની તમામ વિગત રેરાની સાઇટ પર મુકવી પડશે. લોકો ખરીદી કરશે તો તેને લાભ થશે. > અશોકદામાણી, એડવોકેટ

ફેરફાર કરવા ગ્રાહકની મંજૂરી લેવી પડશે

^રેરાગ્રાહકો માટે બનાવાયો છે. અત્યાર સુધી બિલ્ડરો બ્રોસરમાં જે સુવિધા બતાવી હોય તેમાં તેની ફેરફાર કરતા હતા. પરંતુ હવે બિલ્ડર તેમ નહીં કરી શકે. પ્રોજેક્ટમાં ફેરફાર કરવો હશે તો બે તૃતિયાંશ ગ્રાહકની મંજૂરી લેવી પડશે. > દીપકરિંડાણી, સી.એ.

અન્ય સમાચારો પણ છે...