તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહારાષ્ટ્રના IM અનુપ દેશમુખ 9 પોઇન્ટ સાથે ચેમ્પિયન

મહારાષ્ટ્રના IM અનુપ દેશમુખ 9 પોઇન્ટ સાથે ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશન દ્વારા યોજાયેલી પહેલી ઓલ ઇન્ડિયા ઓપન ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્રના ઇન્ટરનેશનલ માસ્ટર (IM) અનુપ દેશમુખ 9 પોઇન્ટ (2259) સાથે ચેમ્પિયન બન્યાં છે, જ્યારે રાજકોટનો જય કુંડલિયા 8 પોઇન્ટ (2040) સાથે ત્રીજા સ્થાને રહી શહેરનો ડંકો વગાડ્યો છે. આનંદનગરમાં આવેલા રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી ફિડે રેટિંગ ચેસ ટૂર્નામેન્ટમાં કુલ 208 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 116 રેટેડ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જુદા જુદા એઇજ ગ્રૂપના કુલ 83 ખેલાડીઓને 2.21 લાખનું રોકડ પ્રાઇઝ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટમાં ગુજરાત સ્ટેટ ચેસ એસો.ના સેક્રેટરી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ટૂર્નામેન્ટમાં ચીફ આર્બિટર તરીકે રાજસ્થાનના રાજેશ તેલી, રાજકોટના જય ડોડિયાએ સેવા આપી હતી. ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે કિશોરસિંહ જેઠવા, મનીષ પરમાર, પરિન પટેલ, મિતેશ બોરખતરિયા, કેયૂર પરમાર, ચેતન કામદાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

કયા ગ્રૂપમાં કોણ બન્યું બેસ્ટ
અન્ડર-9 6 પોઇન્ટ સાથે કનિષ્ક ભટ્ટ

અન્ડર-11 6 પોઇન્ટ સાથે મન્ડોરા કાવ્યા

અન્ડર-13 6 પોઇન્ટ સાથે અરવિંથ વેંકટેશ એન

મહિલા 5.5 પોઇન્ટ સાથે રિયા ભરતકુમાર ઠક્કર

અનરેટેટ 6 પોઇન્ટ સાથે હદવાણી આસિફ

રેટિંગ 1000-1300 6.5 પોઇન્ટ સાથે રિશી વ્યાસ

રેટિંગ 1301-1600 6.5 પોઇન્ટ સાથે પંચાલ સોહમ

વેટરન 6 પોઇન્ટ સાથે નિર્મલ લલિત

ટૂર્નામેન્ટમાં સર્જાયા અપસેટ
રાઉન્ડ 2માં ત્રીજો ક્રમ ધરાવતા જય કુંડલિયા સામે મુનીત ભાવિને ડ્રો તેમજ ચોથા ક્રમ વાળા શ્યામલ રામ એ.વી.ને 56માં ક્રમ વાળા માખેચા કમલે 1-0થી આગેકૂચ કરી હતી. રાઉન્ડ 5માં ઇન્ટરનેશનલ માસ્ટર અનુપ સામે અંશ શાહે ડ્રો કર્યો હતો. રાઉન્ડ 8માં આઇએમ અનુપ સામે રાજકોટના જયએ પણ ડ્રો કર્યો હતો, જ્યારે રાઉન્ડ-9માં 2040 રેટિંગ ધરાવતા જય સામે 1884 રેટેડ વ્રંદેશ પારેખે અપસેટ સર્જ્યો હતો.

નંદનીને જયે હરાવી
49મો ક્રમ ધરાવતી મુદલિયાર નંદની છઠ્ઠા રાઉન્ડમાં ફૂલ પોઇન્ટ સાથે આગળ રહી હતી, પરંતુ સાતમા રાઉન્ડમાં રાજકોટના જય કુંડલિયાએ નંદનીને હરાવી તેની આગેકૂચને અટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...