• Gujarati News
  • National
  • બેડી પાસે ટ્રેક્ટર અડફેટે યુવાનનું મોત

બેડી પાસે ટ્રેક્ટર અડફેટે યુવાનનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતનાવધુ બે બનાવમાં બે માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. પ્રથમ બનાવ મોરબી રોડ, બેડી ગામ પાસે બન્યો હતો. જેમાં પૂરઝડપે ધસી આવેલા ટ્રેલરે આગળ જઇ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારી હતી. જેને કારણે ટ્રેકટર ચલાવી રહેલા જેન્તીભાઇ રણછોડભાઇ જાંખલિયા નામનો યુવાન રોડ પર પટકાયો હતો અને તેના ટ્રેક્ટરના વ્હીલ શરીર પર ફરી વળતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રેલર મૂકી નાસી ગયો હતો. જ્યારે આજી ડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી વચ્ચે રાત્રીના સમયે કોઇ વાહને 60 વર્ષીય અજાણ્યા વૃધ્ધને ઠોકરે ચડાવ્યાં હતા. જેમાં વધ્ધનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...