તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શાપર વેરાવળના પ્રશ્ને કંઇ કામ થતું નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપર વેરાવળના પ્રશ્ને કંઇ કામ થતું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પીવાનું પાણી, આરોગ્ય, ફાયર સ્ટેશન, રોડ-રસ્તા કે અન્ય કોઇપણ પ્રકારની પ્રાથમિક સુવિધા સરકાર દ્વારા આપવામાં આવતી નથી. અત્યાર સુધી ગુજરાતના સીએમ અન્ય વિસ્તારના હોવાથી શાપર વેરાવળના પ્રશ્ન અંગે તેને કંઇ પડી હોય તે સમજી શકાય, પરંતુ અત્યારે રાજકોટના સીએમ હોવા છતાં વિસ્તારના પ્રશ્નો હલ કરવા અંગે તેમણે કોઇ નક્કર કાર્યવાહી કરી કરી હોવાનું દિવ્ય ભાસ્કર આયોજિત ટોક શોમાં ઉદ્યોગપતિઓ અને શાપર વેરાવળ વિસ્તારના આગેવાનોએ અફસોસ વ્યક્ત કર્યો હતો.

હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારને પણ પ્રાથમિક સુવિધા આપો

શાપરવેરાવળ ઇન્ડસ્ટ્રીઝને દવાખાનું, ફાયર સ્ટેશનની સુવિધા મળે તો હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારને તેનો લાભ મળશે. હડમતાળામાં મોટી ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે, અહી અંદાજે 8 હજારથી વધુ કામદારો કામ કરે છે અને રહે છે. હવે જો વિસ્તારમાં પણ રોડ, રસ્તા, સ્ટ્રીટલાઇટ, પીવાના પાણી અને ભુગર્ભ ગટરની જરૂર છે. પ્રાથમિક સુવિધાના અભાવે કામદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સરકાર વહેલી તકે સુવિધા આપે તે જરૂરી છે.

}મનસુખભાઇડોબરિયા, પૂર્વ પ્રમુખ હડમતાળા ઇન્ડ. એસો.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ શાપર વેરાવળના પ્રશ્નોને વાચા આપશે

રાજકોટચેમ્બર ઓફ કોમર્સમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો. સભ્ય તરીકે જોડાયેલું હોવાથી અહીંની તમામ સમસ્યા ચેમ્બરની સમસ્યા છે. શાપર વેરાવળમાં સરકાર સુવિધા આપે તે માટે તેઓને જ્યારે પણ મદદની જરૂર હશે ત્યારે અમે મદદ કરવા તૈયાર છીએ. વિસ્તારમાં આપમેળે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થઇ છે. સરકારે લાંબા સમયથી અેક પણ જીઆઇડીસી ઊભી કરી નહીં હોવાથી શાપર વેરાવળમાં કારખાના વધ્યા છે.

}વી.પી. વૈષ્ણવ, સેક્રેટરી, રાજકોટ ચેમ્બર

સરકારી ખરાબામાં સુવિધા ઊભી નહીં થતાં ગેરકાયદે દબાણો વધ્યાં

શાપરવેરાવળમાં જ્યા સરકારી ખરાબા કે અન્ય હેતુના પ્લોટ આવેલા છે, ત્યા સરકારે કોઇ પણ જાતની સુવિધા ઊભી કરી નથી. ખાલી જગ્યા હોવાથી ત્યા દબાણો ઊભા થઇ ગયા છે. સરકાર પાસે ઉદ્યેાગપતિઓ જમીનનું પ્રિમિયમ ભરી જમીન આપવા માગ કરે તો જમીન અપાતી નથી. શાપર વેરાવળ એસો.એ હાઇવે પાસેની જમીનમાં ફાયર સ્ટેશન, દવાખાનું બનાવવાની રજૂઆત કરી હતી, પરંતુ ત્યા અત્યારે દબાણ થઇ ગયું છે.

}શાંતિભાઇ લાડાણી, ઉદ્યોગપતિ

રજૂઆત વેળાએ તંત્ર તરફથી માત્ર આશ્વાસન મળે છે, સુવિધા નહીં

શાપરવેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્ય કેન્દ્ર, રોડ-રસ્તાના પ્રશ્ને સરકારના અલગ અલગ વિભાગોમાં અને શાસક પક્ષના આગેવાનોને રજૂઆત કરી છે. રજૂઆત સમયે વહેલી તકે પ્રશ્ન હલ થઇ જવાની ખાતરી મળે છે, બાદમાં કોઇ પ્રકારની કામગીરી કરાતી નથી. સરકારના એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફાઇલ પહોંચવામાં વર્ષો નીકળી જાય છે. સરકાર ટેક્સ વસૂલે છે, પરંતુ સુવિધા આપતી નથી.

}અમૃતભાઇ ગઢિયા, ઉપપ્રમુખ શાપર વેરાવળ ઇન્ડ. એસો.

કચરો અને ગંદકી દૂર કરવા સ્વચ્છ ભારત અભિયાનનો અમલ કરાવો

કેન્દ્રઅને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ મોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આમ છતાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કચરાના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરાઈ નથી. શાપર વેરાવળમાં એક લાખની વસતી હોવાથી સોલિડ વેસ્ટનો મેાટો પ્રશ્ન છે. સરકારે ખરેખર જો અભિયાનને સફળ બનાવવું હોય તો અહી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગ્રાન્ટની ફાળવણી કરી કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.

}પાર્થ ગણાત્રા, ઉદ્યોગપતિ

સરકાર પીવાનું પાણી પણ આપી શકતી નથી, વેચાતું લેવું પડે છે

સરકારેજ્યારે વસતી ગણતરી કરી ત્યારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા કારખાનામાં રહેતા કામદારોની ગણતરી કરી નથી. માત્ર ગામમાં રહેતા લોકોની ગણતરી કરી છે. હવે જ્યારે શાપર વેરાવળમાં પીવાનું પાણી આપવાની વાત આવે ત્યારે અધિકારીઓ અને સરકાર કહે છે કે, તમારી વસતી મુજબ નર્મદાનું પાણી આપવામાં આવે છે. પરંતુ કારખાનામાં રહેતા અને કામ કરતા કામદારો, માલિકોને પીવાનું પાણી અપાતું નથી.

}રતિભાઇ સાતડિયા, ઉદ્યેાગપતિ

અહીં કામ કરતા કામદારો માટે આવાસ યોજનાની જરૂર છે

શાપરવેરાવળ ગ્રામ્ય વિસ્તારની વસ્તી 30-35 હજારની છે, પરંતુ અહીં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામ કરતા કામદારોની સંખ્યા 80 હજારથી વધુ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે ગરીબોને ઘરનું ઘર મળે તે માટે બજેટમાં વિશેષ જોગવાઇ કરી છે. જ્યારે શાપર વેરાવળ બન્ને વિસ્તારની વસતીને ધ્યાને રાખી અહીં આવાસ યોજના બનાવવામાં આવે તો કામદારોને રાહત ભાવે ઘરનું ઘર મળી રહે અને તે પણ જ્યા તેમને રોજીરોટી મળી રહી છે.

}અનિલભાઇ ભોરણિયા, ઉપપ્રમુખ શાપર વેરાવળ ઇન્ડ. એસો.

સરકારને નાના ઉદ્યોગોમાં રસ હોય તેમ સુવિધા અપાતી નથી

શાપરવેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિશાળ કહી શકાય તેવી બહુ ઓછી ઇન્ડસ્ટ્રીઝ છે. નાના અને મધ્યમ ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે. નાના ઉદ્યોગો મોટી રોજગારી પૂરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા ટાટા કે મારુતિ કંપનીને રાહત ભાવે જમીન આપી, ઓછા વ્યાજે લોન આપી, જ્યા જમીન આપી ત્યા કંપનીની શરૂઆત થાય તે પહેલા રોડ, રસ્તા, પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપી છે, જ્યારે શાપર વેરાવળમાં કોઇ સુવિધા આપી નથી. }ધીરૂભાઇ ધાબલિયા, ગ્રામ સ્વરાજ મંડળ શાપર-વેરાવળ

Show

Talk

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો