તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે કલ્પો સુધી ફળ આપતો વ્યતિપાત યોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કલ્પો સુધી ફળ આપતો વ્યતિપાત યોગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુશાસ્ત્રો પુરાણોમાં વિવિધ તિથિઓમાં યોગમાં કરેલા દાન, ધર્મનું અલગ -અલગ ફળ દર્શાવ્યું છે. તેમાં પણ વ્યતિપાત યોગમાં કરેલા દાન, પુણ્ય, મંત્રાનુષ્ઠાનનું ફળ કલ્પો સુધી ફળ અાપનારું ગણાવવામાં આવ્યું છે. યોગની વિસ્તૃત વિગતો વરાહ પુરાણ તેમજ મહાભારત ગ્રંથમાં આપવામાં આવી છે.

વેદજ્ઞ નિશિથભાઇ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સોમવારે સવારે 4.54થી વ્યતિપાત યોગનો આરંભ થશે જે મંગળવારે સવારે 5.36 વાગ્યે પૂર્ણ થશે. દિવસે સૂર્યનો મેષ રાશીમાં સાંજે 4 વાગ્યે પ્રવેશ થશે જે મેષ સંક્રાંતિ ગણાશે. આમ સોમવારે સોને પે સુહાગા જેવો સર્વશ્રેષ્ઠ યોગ રચાયો છે. ભગવાન કૃષ્ણે ગીતાના અધ્યાય 16 શ્લોક 23માં કહ્યું છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી પોતાની ઇચ્છા મુજબ કર્મ કરે છે તેને ફળ, સિધ્ધિ કે પરમગતિ મળતી નથી.

એક સમયે સૂર્ય અને ચંદ્રે પરસ્પર ક્રોધ દ્રષ્ટિ કરી તેનાથી જે પુરુષ ઉત્પન થયો તે વ્યતિપાત. બન્ને ગ્રહોએ તેને આશિર્વાદ આપતા કહ્યું હતું કે,પૃથ્વીપર વ્યતિપાતના નામે ઓળખાઇશ, સર્વ યોગોનો સદા સ્વામી થઇશ તેમજ અતિ પવિત્ર ગણાઇશ, તારા કાળમાં કરેલા, દાન, પુણ્ય, ધર્મકાર્યમાં કલ્પો સુધી ફળ મળશે. અમાસના દિવસે કરેલા દાનનું પૂણ્ય દસગણું, ક્ષયતિથિના દિવસે કરેલા દાનનું પુણ્ય સો ગણું તેનાથી સો ગણું. સંક્રાંતિ કાળમાં અને તેનાથી સો ગણુ ગ્રહણકાળમાં યોગમાં કરેલા દાન-પૂણ્યનું ફળ અગણિત છે તે કલ્પો સુધી ફળ આપ્યા કરે છે. આમ વ્યતિપાત યોગનો વિશેષ મહિમા છે.

યોગમાં શેનુ દાન કરવું જોઈએ

વ્યતિપાતયોગમાં પોતાની શક્તિ અને શ્રધ્ધા અનુસાર અન્નદાન, જળદાન, ભુમિદાન, ગૌદાન, સુવર્ણનું દાન, દૂધ, દહી, માખણ, ઘી, છાસ, મધ, સાકર, ચંદન, કપુર, કેસર, વસ્ત્ર, ફળ, દિપદાન, છત્રી, ગૂગળ, ચપ્પલ,વાસણ, શાકભાજી વગેરેનું દાન કરવું જોઇઅે.

એકકલ્પના કેટલા વર્ષ

વ્યતિપાતયોગ ઉપરાંત સંક્રાંતિકાળ હોવાથી 20 માર્ચ સોમવારે કરેલું દાન, પુણ્ય, ધર્મકાર્ય સો કલ્પો સુધી ફળ આપે છે. એક કલ્પ એટલે 4, 29, 40, 80000 વર્ષ જે બ્રહ્માજીનો એક દિવસ ગણાય છે. આટલો સમય રાત્રિનો છે. આમ સોમવારે કરેલું ધર્મકાર્ય,પુણ્ય સતત વૃધ્ધિ પામી ફળ આપ્યા કરશે.

સોમવારે યોગમાં કરેલા દાન, પુણ્ય,જપ, તપ,મંત્રાનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો