તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • NBCFDC પછાત વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનની સુવિધા આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NBCFDC પછાત વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનની સુવિધા આપશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકારના નેશનલ બેકવર્ડ કલાસિસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનબીસીએફડીસી) દ્વારા વિવિધ રાજ્યની સ્ટેટ ચેનલાઇઝિંગ એજન્સી બેકવર્ડ કલાસના સભ્યોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને બેકવર્ડ કલાસના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં અભ્યાસ કરતા બેકવર્ડ કલાસના વિદ્યાર્થીઓને સુવિધાનો લાભ આપવા રજિસ્ટ્રારે પરિપત્ર મોકલ્યો છે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યો અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષોને જણાવાયું છે કે, કોલેજો અને ભવનોમાં અભ્યાસ કરતા બેકવર્ડ કલાસના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મળવાપાત્ર થાય છે અને બેકવર્ડ કલાસના વિદ્યાર્થીઓને તેનો લાભ મળે તે માટે કાર્યવાહી કરવાની રહે છે.

લોન મેળવવા માગતા અરજદાર શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ.1.20 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક રૂ.98000થી ઓછી હોવી જોઇએ.

યોજના સંદર્ભે તમામ કોલેજોને રજિસ્ટ્રારે પરિપત્ર મોકલ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો