તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોસ્ટ ખાતેદારો છતાં નાણે ધન વિહોણા : 50 હજાર મળતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ ખાતેદારો છતાં નાણે ધન વિહોણા : 50 હજાર મળતા નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોસ્ટઓફિસમાંખાતું ધરાવતા નાગરિકોને કેન્દ્ર સરકારની છૂટ છતાં પણ એકસાથે 50 હજાર ઉપાડવા મળતા નથી. આટલી રકમ ઉપાડવા માટે પોસ્ટના ખાતેદારોને સતત 5 દિવસ સુધી પોસ્ટઓફિસે ધક્કા ખાવા પડે છે. છતે પૈસે પૈસા મળતા નથી અને રોજે રોજ પોસ્ટઓફિસે દોડવું પડતું હોય ખાતેદારોમાં રોષની લાગણી પ્રગટી છે.

પોસ્ટ વિભાગ દ્વારા 50 હજારની ડિમાન્ડ રિજેક્ટ કરી 10 હજાર ચૂકવવામાં આવે છે. બાકી રકમ માટે બીજે દિવસે આવવા જણાવાય છે ત્યારે પણ ખાતેદાર 40 હજારની ડિમાન્ડ કરે તો 10 હજાર ચૂકવાય છે, આમ 50 હજાર ઉપાડવા માટે 5 ધક્કા ખાવા પડે છે. અંગે સિનિયર પોસ્ટ ટી.એન. મલેકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, લગ્ન કે મેડિકલ ઇમરજન્સીના કેસમાં 50 હજાર ચૂકવવામાં આવે છે.

જ્યારે, સામાન્ય પરિસ્થિતિમાં કોઇ ઇમરજન્સી હોય તો 10 હજાર ચૂકવવામાં આવે છે, કેમ કે પોસ્ટ વિભાગની દૈનિક 1 કરોડની ડિમાન્ડ સામે બેન્કો દ્વારા તેમની સિલકના પ્રમાણમાં દૈનિક 30, 40 કે 50 લાખ પોસ્ટને આપવામાં આવે છે અને રકમ પણ રાજકોટની હેડ પોસ્ટઓફિસ સહિત શહેરની 25 તેમજ ગ્રામ્યની 215 મળી 240 કચેરી વચ્ચે વહેંચાય છે. આમ, દરેક ખાતેદારને સાચવવા પ્રયત્ન કરાય છે. જો કે, ઇમરજન્સી કેસ માટે ત્વરિત રકમ ચૂકવવામાં આવે છે.

ગ્રાહકોને દરરોજ ધક્કા, બેન્કોમાંથી પૂરતી રકમ મળતી હોવાનું પોસ્ટ તંત્રનું રટણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો