તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડેન્ગ્યૂ જેવા રોગના મોજા વિદેશથી આવે છે : ડો. પંડિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્ગ્યૂ જેવા રોગના મોજા વિદેશથી આવે છે : ડો. પંડિત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયુબિલીગાર્ડન પાસે મણિયાર હોલ ખાતે કેન્સર એટલે કેન્સલ નહીં’ તે અંગેના સેમિનાર આયોજન કરાયું હતું. ડો. હર્ષદ પંડિતે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોલેસ્ટ્રોલ, ડાયાબિીટિસ વગેરે જેવા રોગોના મોજા પશ્ચિમી દેશોમાંથી આવે છે.

પશ્ચિમી દેશોમાં આઠ મહિના બર્ફિલુ વાતારણ હોય છે તે દરમિયાન ત્યાં ખેતપેદાશ થઇ શકતી નથી અને બાકીના ચાર મહિનામાં કોઇ વાર સૂર્ય નીકળે અને ઋતુ કયારે બગડે તે નક્કી નથી હોતું. આખું વર્ષ ઠંડી રહે છે. મોલના ફ્રિઝમાંથી વાસી ખોરાક, પ્રિઝર્વેટિવવાળો ખોરાક ખરીદી પોતાના ફ્રિઝમાં એક થી બે અઠવાડિયા સુધી સ્ટોર કરી રખાય છે. જ્યારે આપણે ત્યાં ઋતુ, સૂર્ય પ્રકાશ, દરેક ઋતુમાં સરળતાથી મળતા તાજા શાકભાજી તથા ફળ, તાજી ગરમાગરમ રસોઇ, કસરત અને મહેનતવાળું કામ આપણને તાજામાજા રાખે છે. તેથી વિદેશના લોકોની રોગપ્રતિકારક શક્તિ આપણા કરતાં ઓછી હોય છે. તેથી વિદેશના લોકોને ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ વગેરે જેવા રોગો થાય છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રોજ સવારે 1.25 લિટર જેટલું પાણી પીવું, તેમજ 20 વર્ષની ઉંમર પહેલા શરીરની વૃધ્ધિ માટે પ્રોટિનની જરૂર પડે છે, જ્યારે 20 વર્ષ પછી શરીરની વૃધ્ધિનો સવાલ ઉત્પન્ન થતો નથી. માટે પ્રોટિનની જરૂરિયાત ઘટી જાય છે. પુખ્ત વ્યક્તિ માટે ખોરાકમાં વધુ પ્રોટિન લેવું ખતરનાક છે જે કીડની અને સાંધાના રોગો કરે છે તથા અનેક રોગોનું મૂળ છે. તેથી સાદા સરળ ટેસ્ટથી વધુ પડતા ખોરાકને કંટ્રોલ કરો અને તંદુરસ્ત રહો તેમ જણાવ્યું હતું.

ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં સારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો