તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • GPSC પ્રિલિમ્સ મેઇન્સનો કોર્સ સરખો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GPSC પ્રિલિમ્સ-મેઇન્સનો કોર્સ સરખો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતપબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત 15મી માર્ચે ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ની 83 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2ની 252 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી હતી અને તેની સાથોસાથ ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો સિલેબસ પણ જીપીએસસીની વેબસાઇટ પર મુકવામાં આવ્યો હતો જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સનો અભ્યાસક્રમ સરખો હોય તજજ્ઞો અને ઉમેદવારોમાં આશ્વર્ય પ્રસરી ગયું છે. જીપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષામાં એકમાત્ર લોકસેવામાં નીતિશાસ્ત્રના વિષયનો ઉમેરો કરાયો છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ-2014માં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2ની પ્રિલિમ્સ પરીક્ષાનો અને વર્ષ-2016માં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં જીપીએસસીનો પેપર-3 અને પેપર-4માં જે અભ્યાસક્રમ હતો તે અભ્યાસક્રમ નવી ભરતીના કાર્યક્રમમાં બેઠેબેઠો લાગુ કરી દેવામાં આવ્યો છે. ગત ભરતી વખતે અભ્યાસક્રમના મુદ્દે ભારે હોબાળો મચ્યા બાદ પણ તેમાં કોઇજાતનો ફેરફાર કરાયો નથી ત્યારે વિષય નિષ્ણાતો, તજજ્ઞો અને ઉમેદવારોમાં એવો સવાલ ઊઠ્યો છે કે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાનો જો એકસરખો અભ્યાસક્રમ રાખવો હતો તો એક અભ્યાસક્રમની બે વખત પરીક્ષા શા માટેω

જીપીએસસી દ્વારા અગાઉ કરાયેલી ભરતીઓમાં પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર રાખવામાં આવતો હતો પરંતુ જીપીએસસીએ નવા અભ્યાસક્રમમાં તેનો અમલ કર્યો નથી. જીપીએસસી દ્વારા પ્રિલિમ્સમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે અને મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક પરીક્ષા પધ્ધતિ છે. 2016માં જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં આપનારા ઉમેદવારોનું પરિણામ હજુ બાકી છે જો તેમાં પાસ થનારા 12000માંથી 2000 ઉમેદવારોને જીપીએસસી ઇન્ટરવ્યૂ માટે બોલાવે અને બાકીના 10000 ઉમેદવારોનો મેરિટમાં પાછળ રહેવાના કારણે વારો આવે તો તેઓ 2017માં લેવાનારી પરીક્ષા આપે તો તેમને પ્રિલિમિનરી પરીક્ષામાં સિલેબસનો સીધો લાભ થશે તેમ માનવામાં આવે છે.

જીપીએસસી દ્વારા ગત વર્ષે લેવાયેલી મેઇન્સની પરીક્ષામાં પેપર-3 અને 4 હેતુલક્ષી હતા જે સામાન્ય રીતે વર્ણનાત્મક હોય છે. પરંતુ વખતે પ્રથમ વખત મુખ્ય પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

બન્ને અભ્યાસક્રમ સરખા હોવાથી ઉમેદવારો અને તજજ્ઞોમાં આશ્ચર્ય

મુખ્ય પરીક્ષામાં એકમાત્ર લોકસેવામાં નીતિશાસ્ત્રનો ઉમેરો કરાયો

જીપીએસસી દ્વારા 2014માં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2ની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કાનૂની વિવાદના કારણે તેની મુખ્ય પરીક્ષા 2016માં લેવામાં આવી હતી. જેનું પરિણામ હજુ સુધી જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી ત્યાં જીપીએસસી દ્વારા નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવાતા મુખ્ય ઉમેદવારોમાં નવી ભરતીની પરીક્ષાનું ફોર્મ ભરવું કે નહીં તેના માટે અસમંજસભરી સ્થિતિ સર્જાય છે.

2016નું પરિણામ બાકી ને નવી ભરતીની જાહેરાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો