તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • OLX પર સસ્તામાં કાર દેવાની જાહેરાત મૂકી વેપારીને લૂંટી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OLX પર સસ્તામાં કાર દેવાની જાહેરાત મૂકી વેપારીને લૂંટી લીધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આશિષે સાળાને પણ અલવર બોલાવી હાથ-પગ ભાંગી 15 લાખ લૂંટી લીધાની પત્નીની કેફિયત

આશિષનાપત્ની નેન્સીબેને અતુલભાઇને કહ્યું હતું કે, શાપરમાં ફેક્ટરી ધરાવતા તેના કાકાના પુત્રને પણ સસ્તામાં પ્લાસ્ટિકના દાણા આપવાના બહાને અલવર બોલાવાયો હતો અને હાથ-પગ ભાંગી નાખી 15 લાખ લૂંટી લીધા હતા. નેન્સીબેન વધુ ભાંડો ફોડે પહેલાં સસરાએ તેને અંદર મોકલી દીધી હતી. અન્યથા વધુ વિગત પણ બહાર આવવાની શક્યતા હતી.

પેટ્રોલપંપના સંચાલક અખ્તરભાઇએ સઘળી વાત જાણ્યા પછી અતુલભાઇને ભોજન કરાવ્યા પછી પોતાના ટેન્કરમાં જયપુર સુધી પહોંચાડ્યા,ત્યાંથી ખાનગી બસમાં રાજકોટ પહોંચ્યા, પોલીસે ફરિયાદ લેતા અતુલભાઇ કારની વીમા પહોંચ,આરસીબુકના આધારે યુનિવર્સિટી રોડ પર મહાલક્ષ્મી સોસાયટીમાં ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ કિશોરભાઇ આરદેસણાનું ઘર પહોંચ્યા. જે કાર વેચવા મૂકી હતી નંબરની કાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડી હતી, આશિષના માતા-પિતાએ પુત્ર આફ્રિકા હોવાનું કહ્યું હતું. અતુલભાાઇએ ફ્લેટમાં નજરે પડેલા સોફા, ડાઇનિંગ ટેબલ, વોશીંગ મશીન સહિતનું રાચરચીલું પણ OLX માં પરિનના નામથી વેચવા મુકાયું છે તેમ કહેતા કિશોરભાઇએ વાત સ્વીકારી હતી અને આશિષના 12 વર્ષના પુત્રનું નામ પરીન છે તેમજ તેમના ઘરના રાચરચીલા, વાહનના ફોટા કોણે કઇ રીતે પાડી વેચવા મુક્યા તે અંગે અજાણ હોવાનો બચાવ કર્યો હતો.

અશ્વિન નામના શખ્સે OLX પર GJ 3 HK 0044 નંબરની 2015 મોડલની આઇ 20 ટોપ મોડલ કાર માત્ર રૂ. 4.51 લાખમાં વેચવા મૂકી હતી. અડધી કિમતે સારી કાર મળતી હોવાથી અતુલભાઇએ જાહેરાતમાં દર્શાવેલા ફોન નંબર ઉપર સંપર્ક કરતા અશ્વિન નામની વ્યક્તિએ 4 લાખમાં સોદો નક્કી કર્યો અને રોકડા રૂપિયા લઇને રાજસ્થાનના અલવરથી કાર લઇ જવા કહ્યું. અતુલભાઇ રૂ. 2.10 લાખ રોકડા લઇને 9 માર્ચે ટ્રેનમાં જયપુર થઇ અલવર પહોંચ્યા ત્યારે તેમને રાજસ્થાન પાસિંગની સ્વિફ્ટ કારમાં લેવા આવેલા બે શખ્સ 170 કિ.મી.દૂર ફેક્ટરીએ જવાનું છે છે તેમ કહીને હરિયાણા લઇ ગયા,હરિયાણાથી વધુ બે શખ્સ કારમાં બેઠા અે સાથે કારનું ટેપ ફૂલ વોલ્યુમથી શરૂ કરી અતુલભાઇને માર મારી મોબાઇલ,પર્સ,રોકડા 2 લાખ પડાવી લીધા. અતુલભાઇએ બીજા 2 લાખ સવારે આંગડિયામાં આવશે તેમ કહેતા સવારે પૈસા આવી જાય પછી ફોન કરવાની ધમકી આપીને પર્સ, મોબાઇલ પરત આપી હાઇવે પર પેટ્રોલપંપ પાસે ઉતારી નાસી ગયા હતા.

રીતે રાજકોટ પહોંચી આરોપીના ઘર સુધી પહોંચ્યા

વેપારીને રીતે ફસાવીને અલવર બોલાવી રૂ.2.8 લાખ લૂંટી લીધા

હા, ફરિયાદ કરવા આવ્યા ત્યારે લેખિતમાં આધાર આપવાનું કહ્યું હતું : PI આર.આર. સોલંકી

થોડાદિવસ પહેલાં એક ભાઇ આવી ફરિયાદ લઇને આવ્યા હતા. તેમની પાસે જે કાંઇ આધાર,પુરાવા હોય લેખિતમાં આપી જવા કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પરત આવ્યા નથી. પરંતુ ભાઇની કથની પરથી એવુ લાગતુ હતું. પરંતુ ફરિયાદી જરૂરી દસ્તાવેજ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. માટે અંગે કોઇ વિધિવત જેતે સમયે ફરિયાદ લેવામાં આવી હતી.

લૂંટારુ ગેંગનો સૂત્રધાર રાજકોટનો શખ્સ હોવાનો ધડાકો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો