તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • DCPના નામે PIને ફોન કરી કચેરી પહોંચવા આદેશ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DCPના નામે PIને ફોન કરી કચેરી પહોંચવા આદેશ કર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટનામાલવિયાનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.આર.સોલંકીને ગત 17મી માર્ચે રાત્રે લેન્ડલાઇન ફોન પર ડીસીપીના નામે કોલ કરી પોલીસ કમિશનર કચેરી પહોંચવાનો આદેશ કરનારા મોબાઇલ નંબર 8460214567ના ધારક સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી માલવિયાનગર પોલીસ મથકમાં ઇન્ચાર્જ પી.આઇ. તરીકે ફરજ બજાવે છે અને ગત 17મી માર્ચે રાત્રે 8.05 વાગ્યે પોલીસમથકમાં પોતાની ચેમ્બરમાં હતા ત્યારે ઓફિસના લેન્ડલાઇન ફોન નં.2238484 પર મોબાઇલ નંબર 8460214567 પરથી ફોન આવ્યો હતો અને પોતે આઇપીએસ કરણરાજ વાઘેલા બોલતા હોવાનું જણાવી ગેલેકસી સિનેમા પાસે આવેલી પોલીસ કમિશનર કચેરીમાં બીજા માળે આવેલી પોતાની ઓફિસમાં પહોંચવા ફરિયાદીને આદેશ કર્યો હતો.

ફરિયાદીએ તમે આઇપીએસ કરણરાજ વાઘેલા બોલતા હોવાનું જણાય છે તેમ કહેતા પોતે આઇપીએસ વાઘેલા હોવાનું જણાવી મોબાઇલ કટ કરી નાખ્યો હતો. આથી ફરિયાદીએ ડીસીપી કરણરાજ વાઘેલાને ફોન કરતા તેઓએ ઉપરોક્ત ફોન પોતે નહીં કર્યાનું જણાવતા રવિવારે રાત્રે રાજ્યસેવક હોવા છતાં તેનું નામ ધારણ કરી રાજ્યસેવકની ખોટી ઓળખાણ આપનારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઇલ નંબર 8460214567ના ધારક સામે માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાતો ગુનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો