તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |સ્વ.મંગળસિંહઅખુભા ઝાલા (મુળ ભડવાણા)ના પત્ની પ્રતાપબા (ઉ.વ.90) તે વિજયસિંહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સ્વ.મંગળસિંહઅખુભા ઝાલા (મુળ ભડવાણા)ના પત્ની પ્રતાપબા (ઉ.વ.90) તે વિજયસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સ્વ.મંગળસિંહઅખુભા ઝાલા (મુળ ભડવાણા)ના પત્ની પ્રતાપબા (ઉ.વ.90) તે વિજયસિંહ ઝાલા (એએસઆઇ, રાજેન્દ્રસિંહ નિવૃત્ત પોલીસ જમાદાર)ના માતા તથા જયકિશનસિંહ (એનએસયુઆઇ)ના દાદીમાનુ તા.19ના રોજ અવસાન થયું છે. તેમની ઉતરક્રીયા તા.30 માર્ચને ગુરુવારે તેમજ બેસણું 24ને શુક્રવારે સાંજે 4 થી 7 ગાયત્રીધામ સોસાયટી, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પંકજભાઇઅમૃતલાલજાની(ઉ.વ.63)તે હાર્દિકભાઇના પિતાનું તા. 18ના અવસાન થયું છે. બેસણું તા. 20ને સોમવારે તેમના નિવાસસ્થાન ‘ઉપમન્યુ’ 7-ચંદનપાર્ક, પેરેડાઇઝ હોલ પાછળ, રૈયા રોડ રાજકોટમાં સાંજે 4 થી 6 રાખેલ છે.

સોનીતુલસીદાસનરશીભાઇવડનગરા (નિવૃત્ત રેલવે ડ્રાઇવર મૂળ હાપા હાલ રાજકોટ) તે સ્વ.ગોકુલદાસ નરશીભાઇ વડનગરા (જામનગર)ના નાનાભાઇ, સોની લાલજીભાઇ, નલીનભાઇ (જામખંભાળિયા)ના મોટાભાઇ, યોગેશભાઇ, અશોકભાઇ, નીતાબેન (ઉપલેટા), મધુબેન (માંગરોળ)ના પિતા, રવિભાઇ, પૂજાબેન (જૂનાગઢ)ના દાદા તા. 19ના અવસાન પામેલ છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન રેલનગર-2, શેરી નં-2, રાજકોટમાં રાખેલ છે.

મનસુખભાઇજગજીવનદાસકારીયા(ઉ.વ.77)તે જેન્તીભાઇ, ચુનીલાલના ભાઇ, કુંદનબેનના પતિ, જીજ્ઞેશભાઇ, પ્રશાંતભાઇ, મનીષાબેન પ્રફુલભાઇ પોપટના પિતાનું તા. 19ના અવસાન થયું છે. ઉઠમણું તા. 20ના સાંજે 5 કલાકે તેમના નિવાસસ્થાન સી/2 રાજયોગ એપાર્ટમેન્ટ, મંગળા રોડ, ટાગોર ચોક રાજકોટમાં રાખેલ છે.

વરીયાવંશપ્રજાપતિમૌલિકભાઇ ધીરૂભાઇ લાઠિયાના માતા લાભુબેન ધીરૂભાઇ લાઠિયાનું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 નીતિન નિવાસ, સોમનાથ સોસાયટી શેરી નં-3, લાભદીપ સોસાયટી પાસે, મવડી ચોકડી રાજકોટમાં રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયઅરવિંદભાઇચંદુલાલ જોગી (ઉ.વ.63) આકોલામાં તા. 15ના અવસાન પામેલ છે. તે સ્વ.હરિલાલ નથુભાઇ મર્થકના જમાઇ, સ્વ.જયસુખભાઇ, સ્વ.દલપતભાઇ, સ્વ.મનહરભાઇ, દિલીપભાઇના બનેવી, રેખાબેન બિપીનભાઇ પડીયાના ભાઇની સાદડી તા. 20ના સાંજે 5 થી 6 ખત્રીવાડની વાડીમાં રાખેલ છે.

મૂળગામમેઘપરહાલ રાજકોટ રમેશભાઇ પરસોત્તમભાઇ રાઠોડ (ભૂતપૂર્વ હેડ કલાર્ક સરકારી હોસ્પિટલ)ના પત્ની, પરેશભાઇ, યોગેશભાઇના માતા તથા જીલ, હેત્વીના દાદી અ.સૌ.સરલાબેન રમેશભાઇ રાઠોડનું તા. 18ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ગીતા નિવાસ, લક્ષ્મીવાડી શેરી નં-2 રાજકોટમાં રાખેલ છે.

જમનાદાસલક્ષ્મીદાસરૂઘાણી(ઉ.વ.83)તે સ્વ.લક્ષ્મીદાસ હંજરાજ રૂઘાણી (પોરબંદર)ના પુત્ર, ગણેશભાઇ, મહેશભાઇ, શોભનાબેન વન્દ્રાવન દાવડા (મુંબઇ), બેનાબેન સુનીલભાઇ લાખાણી (આફ્રિકા), કમલાબેન દિપકભાઇ રાયઠઠ્ઠા (મુંબઇ)ના પિતા, પરસોત્તમભાઇ, અમરશી ભાઇ, ભરતભાઇના મોટાભાઇ, દિવ્યેશ, મેઘા, પ્રાંશુના દાદા, સ્વ.છોટાલાલ ધનજી બારાઇ (મીઠાપુર)ના બનેવી તા. 19ના અવસાન પામેલ છેે. પ્રાર્થનાસભા તા. 20ના સાંજે 4 થી 5 હરિહર સોસાયટી કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ રાજકોટમાં રાખેલ છે.

અનકુંવરબારમજુબાજાડેજા(ઉ.વ.108)તે કનકસિંહ પ્રવીણસિંહ જાડેજા, કિશોરસિંહ પ્રવીણસિંહ જાડેજા, મયુરરાજસિંહ કનકસિંહ જાડેજાના દાદીમાનું તા. 18ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 નિવાસસ્થાન લક્ષ્મીવાડી કવાર્ટર નં-38, આશાપુરા નિવાસ રાજકોટમાં રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયરાજુલાનિવાસીગં.સ્વ.કંચનબેન ગીરધરલાલ બગરીયા તે કાંતિલાલ ભોવાનભાઇ જોગીના મોટાબેન, સુધીરભાઇ, સતીષભાઇના ફઇબાનું તા. 18ના અવસાન થયું છે. સાદડી તા. 20ના સાંજે 4 થી 6 પેડક રોડ, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી રાજકોટમાં રાખેલ છે.

રાજેશભાઇ,રોહિતભાઇસોમૈયાનાપિતા, પ્રભુદાસભાઇ, પ્રવીણભાઇ, રમેશભાઇના મોટાભાઇ, ચુનીલાલ ભાઇ, બાબુભાઇ દુર્લભજીભાઇ અઢીયાના બનેવી મણીલાલ નાથાભાઇ સોમૈયા (ઉ.વ.77) તા. 18ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 20ના સાંજે 5 કલાકે ધરમેશ્વર મહાદેવ મંદિર, 150, ફૂટ રિંગ રોડ, ધરમનગર, રાજકોટમાં રાખેલ છે.

કારડિયારજપૂત સ્વ.બચુભાઇમકવાણાના પુત્ર રાજેન્દ્રભાઇ (ઉ.વ.58)તે સ્વ.મનહરભાઇ, ગજેન્દ્રભાઇના મોટાભાઇ, દેવેન્દ્ર, ભરતના પિતા, મેહુલ, વિશાલના મોટબાપુનું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન રજપૂતપરા શેરી નં-1 ખાતે રાખેલ છે.

ઉપલેટા|રામાનંદીસાધુગિરધરભાઇ જમનાદાસ ટિલાવતના પત્ની કંચનબેન (ઉ.વ.68)તે શૈલેષભાઇ, સ્વ.હિતેશભાઇ, દિનેશ ભાઇના માતા તા. 18ના અવસાન પામેલ છે. બેસણું તા. 20ને સોમવારના રોજ સાંજે 5 થી 6 તેમના નિવાસસ્થાન સર ભગવત રોડ, ગાધાના પારા પાસે રાખેલ છે.

જેતપુર|કિશોરભાઇઅમૃતલાલસુચક(ઉ.વ.52)તે કાંતીભાઇ, ચંદુભાઇ, રાજુભાઇ, રવિભાઇ, વિશાલના પિતાનું તા. 18ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 ત્રિનેત્ર મહાદેવ મંદિર, લક્ષ્મીનગર સોસાયટી, જેતપુરમાં રાખવામાં આવેલ છે.

ગોંડલ|સ્વ.નારણદાસસુંદરજીઆડતિયા(ગોંડલ)ના પત્ની વિજયાબેન (ઉ.વ.90)તે મયુર, ગીતાબેન હેમેન્દ્ર ભગદેવ (રાજકોટ), સ્વ.કિર્તિદા દિલીપભાઇ ઉનડકટ (નદીપાર), સીમા મનોજભાઇ પાંધીના માતા, સ્વ.ગોપાલજી જાદવજી કોટક (કાલસારી)ના પુત્રીનું તા. 19ના અવસાન થયું છે. ઉઠમણું તા. 20ના સાંજે 5 થી 6 જલારામ મંદિર, 9-ભોજપરા, ગોંડલમાં રાખેલ છે.

મીઠાપુર|ઔ.ઝા.સત્તરતાલુકાબ્રાહ્મણહળવદ હાલ મીઠાપુર ટાટા હાઇસ્કૂલના નિવૃત્ત હેડ કલાર્ક કનૈયાલાલ ત્રિભોવનદાસ દવે તે મનીષભાઇ, રવિભાઇ, નિરવ દવેના પિતાનું તા. 18મીએ અવસાન થયું છે. તે રાજકોટ નટવરલાલ લક્ષ્મીશંકર રાવલના જમાઇ, અશોકભાઇ, અજયભાઇ, દક્ષાબેન, માયાબેનના બનેવીનું બેસણું તા. 20ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અમરેલી|મેહુલભાઇદેવશીભાઇવઘાસીયા(ઉ.વ.37) તે દેવશીભાઇના પુત્ર અને વિપુલભાઇના ભાઇનુ તા. 18ને શનિવારના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણુ તા. 20ને સોમવારના રોજ 3 થી 6 તેમના નિવાસ સ્થાન, સારથી શેરી નં-16, કેરીયારોડ, રોકડવાડી, અમરેલી ખાતે રાખવામાં આવ્યું છે.

કિંજલબેનહાર્દિકભાઇત્રિવેદી(ઉ.વ.26)તે સ્વ.ભરતભાઇ ભાસ્કરભાઇ ત્રિવેદીના પુત્રવધુનુ તા. 18ને શનિવારના રોજ રોજ અવસાન થયુ છે. બેસણુ તા. 20ને સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન આંગન એપાર્ટમેન્ટ, મધુવન પાર્કની બાજુમા, બ્રાહ્મણ સોસાયટી અમરેલી ખાતે રાખવામાં આવ્યું છે.

જામનગર|નવિનભાઇગીરધરભાઇચૌહાણનુંઅવસાન થયંુ છે. સદ્દગતનું બેસણું તા. 20ના સાંજે 4 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે શંકરટેકરી, સુભાષપરા, શેરી નં. 2, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

રમેશચંદ્રઠાકરસીવર્મા(ઉ.વ.88) તે કલ્પેશભાઇ, જયેશભાઇ, હિતેનભાઇના પિતા તે સ્વ. શિવલાલ, સ્વ. કરશનદાસ, સ્વ. રાધાબેન દયાળજી હરખાણી, સ્વ. રાજદેવીબેન, શામજીભાઇ હિડોચા, સ્વ. સરસ્વતીબેન શાંતિલાલ ગણાત્રા, ગં.સ્વ. લક્ષ્મીબેન છગનલાલ રાયઠ્ઠઠાના નાનાભાઇ તથા સુરેશભાઇ શિવલાલ, પ્રફુલભાઇ કરશનદાસના કાકા તે ગોકળદાસ ભગવાનજી ઉનડકટ (કરાંચીવાળા)ના જમાઇ તે નિરવ, નિરલ, મીરા, નમ્રતા, અભિષેક, જયના દાદા તે કાન્હવીના પરદાદાનું તા. 19ના અવસાન થયું છે. ઉઠમણું તા. 20ના સાંજે 5 થી 5.30 વાગ્યે વૈજનાથ મહાદેવ મંદિર, હવાઇચોક પાસે, જામનગરમાં રાખેલ છે.

ઔદિચ્યસહસ્ત્રઝાલાવાડીબ્રાહ્મણ ચંદ્રીકાબેન જશવંતરાય જાની (ઉ.વ.84) તે અરૂણભાઇ, અંજનાબેન, નિતાબેન, મનિષાબેન, જયશ્રીબેનના માતા તે ભદ્રાબેન જાની (જેએમસી)ના સાસુનું તા. 18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. 20ના સાંજે 5.30 થી 6 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ઔદિચ્યઝાલાવાડીહસમુખભાઇહરીહર શુકલ (ઉ.વ.56, ટીનુભાઇ) તે સ્વ. હરીહર અંબાશંકરના પુત્ર તે લલીતભાઇ, દિલીપભાઇ (લંડન), કિરીટભાઇના નાનાભાઇ તે નરેન્દ્રભાઇના લઘુબંધુનું તા. 18ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 20ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે કાશી વિશ્વનાથ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

સારસ્વતબ્રાહ્મણદિવ્યેશભાઇનરેન્દ્રભાઇ કલ્યાણી (ઉ.વ.32)તે ગીતાબેન નરેન્દ્રભાઇ કલ્યાણીના પુત્ર, પ્રશાંત, સપનાબેનના મોટાભાઇ, ધર્મેન્દ્રભાઇ તરૂણકાંત પસાના ભાણેજનું તા. 15ના હૈદરાબાદ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 20ના સાંજે 5.30 થી 6 ભદ્રકાળી મંદિર, બર્ધન ચોક, મુલ્લામેડી, જોશી ફળી, જામનગર ખાતે રાખેલ છે.

પોરબંદર|દત્તાણીકાન્તાબેન(ઉ.વ.80)તે સ્વ.પ્રાણલાલનાં પત્ની, સ્વ.પરેશભાઈ, પ્રકાશભાઈ, વર્ષાબેન, આશાબેનનાં માતા, યોગેશભાઈ રાજાણી (જામનગર), નરેન્દ્રભાઈ તન્નાનાં સાસુનું તા.19નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા (ભાઈઓ તથા બહેનોનું સંયુક્ત) તા.20નાં બપોરનાં 3:30 થી 4, લોહાણા મહાજનવાડી, પ્રાર્થનાસભા હોલ ખાતે રાખી છે.

કેશોદ|ચોથાણીસુરેશભાઇરાધવભાઇ(ઉ.વ.44, ચિરોડા હાલ કેશોદ) તે મનસુખભાઇ, પ્રેમજીભાઇ તથા બાબુભાઇ, ચિમનભાઇ, ગંગદાસભાઇનાં ભત્રીજા, સુભાષભાઇ, પ્રકાશભાઇ, વિરેન્દ્રભાઇનાં ભાઇનું તા.19નાં અવસાન થયું છે. બેસણું તા.23નાં બપોરનાં 3 થી 6, નિવાસસ્થાન, ચિરોડા ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|સોરઠીયશ્રીગોળમાળવીયબ્રાહ્મણ ભટ્ટ નવીનચંદ્ર વૃજલાલ (ઉ.વ.79, મુળ બરવાળા, હાલ કોડીનાર) તે નૈમેષભાઇ, ધર્મેશભાઇનાં પિતા, કનકરાય, વિજયભાઇ, યોગેશભાઇનાં ભાઇ, જયંતીભાઇ દવે, સ્વ.જ્યોતિન્દ્ર દવે, વિનોદરાય પુરોહિતનાં સાળાનું તા.16નાં અવસાન થયું છે. સાદડી તા.20નાં સાંજે 4 થી 5, સિધ્ધેશ્વર મહાદેવ, જોષીપરા માર્કેટ પાસે, જૂનાગઢ ખાતે રાખી છે.

માલીજેન્તિભાઇનારણભાઇધારુકિયા (કોડીનારવાળા)નું તા. 19ને રવિવારના અવસાન થયું છે. તેમનું બેસણું તા. 20ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન શાંતિ કુંજ એપા. એકતા પાનવાલી શેરી, યમુનાવાડીની પાસે, ઝાંઝરડા રોડ જૂનાગઢ ખાતે રાખેલ છે.

માણાવદર|પટેલપરસાણીયાશાંતાબેનનાથાભાઇ (ઉ.વ.77, જીંજરી નિવાસી) તે દામજીભાઇ, મનુભાઇ, કિશોરભાઇ, મહેન્દ્ર ભાઇના માતાનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તા.20ને સોમવારના રોજ સવારે 8 થી 12, પટેલ સમાજ, જીંજરી ખાતે રાખ્યું છે.

જોડિયા|કંદોઇપ્રભુદાસબાલાચંદમાડલિયા (સુખડિયા)ના પુત્ર મધુસુદનભાઇના પત્ની તથા દિપકભાઇના માતા પ્રવીણાબેનનું તા. 19ના અવસાન થયું છે. ઉઠમણું તા. 20ને સોમવારના રોજ સાંજે 4 થી 5 જૈન ઉપાશ્રય, વાણીયા શેરી જોડિયા ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો