તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં 96 પાલક માતા પિતાને રૂ. 11.93 લાખની સહાય ચૂકવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં 96 પાલક માતા-પિતાને રૂ. 11.93 લાખની સહાય ચૂકવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમની યોજના અંતર્ગત છેલ્લા એકવર્ષથી પાલક માતાપિતા અને સિંગલ પેરન્ટ્સને આર્થિક સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. જોકે અનેક પરિવારો યોજનાથી અજાણ છે. રાજકોટ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 96 પાલક માતા પિતાને અને 15 સિંગલ પેરન્ટ્સને આર્થિક સહાય ચૂકવાય છે. જ્યારે કેદીના બાળકોને તથા એચઆઇવીગ્રસ્ત પરિવારના બાળકોને પણ પ્રકારે સહાયની ચૂકવણી કરવામાં અાવે છે.

પાલક માતા પિતાને સહાય યોજના અંતર્ગત દર મહિને રૂ.3000ની સહાય ચૂકવવામાં અાવે છે. રાજ્ય સરકાર દ્વારા માટે ઓગસ્ટ - 2016 સુધીમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આવા 96 પરિવારોને રૂ.11.93 લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક સમાજ કલ્યાણ અધિકારી કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું. યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયજૂથના જેના માતા પિતા હયાત નથી તેવા અનાથ બાળકોના માતા પિતાને બાળકના શિક્ષણ, આરોગ્ય, પોષણ વગેરે હેતુ માટે સહાય મળે છે. આવી રીતે સિંગલ પેરન્ટ્સ યોજનામાં જે બાળકના માતા કે પિતા એક હયાત હોય તેવા 0 થી 18 વર્ષ વય જૂથના બાળકોના વાલીને માસિક રૂ. 2000ની સહાય ચૂકવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં આવા 15 લાભાર્થીઓને દરમહિને સહાય ચૂકવવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે ઘરની કમાનાર વ્યક્તિ જેલ સજા ભોગવતી હોય તેવા પરિવારના બાળકોને પણ અભ્યાસના ખર્ચ ઉપરાંત વ્યવસાય કરવા માટે રૂ. 20 હજાર સુધીની સહાય ચૂકવવામાં આવતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

એચઆઈવીગ્રસ્ત બાળકો અને પરિવારોને પણ સહાય

સમાજસુરક્ષા વિભાગ દ્વારા એચઆઇવી ગ્રસ્ત બાળકો અને તેના પરિવારને પણ આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં 170 પિતા, 80 માતા અને 38 બાળકો એચઆઇવી ગ્રસ્ત છે. બાળકોને ધો. 1 થી 5 સુધી રૂ.2000, ધો. 6 થી 10 સુધી રૂ.2500 અને ધો. 10 થી વધુ માટે રૂ.4000ની સહાય ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં યોજના અંતર્ગત રૂ. 7,14,000ની સહાય ચૂકવવામાં આવી છે.

અનેક પરિવારો સમાજ કલ્યાણ ખાતા દ્વારા અપાતી સહાયથી અજાણ

પાલક માતાપિતાને 3 હજાર અને સિંગલ પેરન્ટ્સને 2 હજારની સહાય ચૂકવાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો