તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૂનાગઢમાં ફિઝિકલ એજ્યુકેશન પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ફિઝિકલ એજ્યુકેશન પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીબહાઉદીન આર્ટસ કોલેજ દ્વારા ‘ઇનોવેટિવ રિસર્ચ ઇન ફિઝિકલ એજ્યુકેશન વીથ ઇન્ટર ડિસિપ્લિનરી એપ્રોચીસ’ વિષય પર આગામી 24-25 માર્ચના રોજ યુજીસીના સહયોગથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફિઝિકલ એજ્યુકેશનના દેશ-વિદેશના નિષ્ણાતો દ્વારા ખાસ માર્ગદર્શન અપાશે.

કોલેજના આચાર્ય અને કોન્ફરન્સના પ્રેસિડેન્ટ ડો.કાન્તિલાલ ટીલવાએ જણાવ્યું હતું કે,શારીરિક શિક્ષણ દરેક વિષય સાથે ગાઢ રીતે સંકળાયેલ છે જેના પર સંશોધન કરવા યુજીસી દ્વારા ભાર મુકવામાં આવ્યો છે જેને ધ્યાનમાં લઇ દરેક વિષયો અને તમામ વિદ્યાશાખાના સંશોધકો આંતરવિદ્યાકીય અભિગમ સાથેના તેમના સંશોધન રજૂ કરી શકે તેનું ધ્યાન રાખવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગ્રીસ, કેન્યા, શ્રીલંકા અને બ્રિટનના ડેલિગેટસ આવવાના છે અને ચાર ડેલિગેટસ વિશે સોમવારે જવાબ આવશે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કી નોટ સ્પીકર તરીકે ઓલિમ્પિક રમતોના ઉદ્દભવ સ્થાન ગણતા એથેન્સથી પ્રો.હેકટર કાટ્સરોસ ઉપસ્થિત રહી ખાસ માર્ગદર્શન આપનાર છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી સંશોધકો ઉપસ્થિત રહેનાર છે. કોન્ફરન્સનું ઉદ્દધાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણના હસ્તે કરાશે.

225 સંશોધકો રિસર્ચ પેપર રજૂ કરશે

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના 225 સંશોધકો રિસર્ચ પેપર રજૂ કરનાર છે અને રિસર્ચ પેપરોનો સંગ્રહ કરી આઇએસબીએન નંબરવાળું જર્નલ પ્રકાશિત કરાશે તેમ વાઇસ પ્રેસિડેન્ટ ડો.વિશાલ જોશીએ જણાવ્યું હતું.

કોન્ફરન્સમાં29 પેટા વિષયો

એનાટોમી,એક્સરસાઇઝ ફિઝિયોલોજી એન્ડ કિનેશિઓલોજી, એન્સિયન્ટ હેરિટેજ એન્ડ ટ્રેડિશન રિલેટેડે ફિઝિકલ એજ્યુકેશન, કોમર્સ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ ઇન ફિઝિકલ એજ્યુકેશન, ઇકોનોમિકલ એસ્પેક્ટસ ઇન ફિઝિકલ એજ્યુકેશન, ઇફેક્ટસ ઓફ પ્રાઇવેટાઇઝેશન ઓન ફિલ્ડ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, એન્જિનિયરીંગ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, એન્વાયરમેન્ટ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ગવર્મેન્ટ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, હેલ્થ એન્ડ વેલનેશ ઇન ફિઝિકલ એજ્યુકેશન, હિસ્ટોરિકલ બેઝડ ઇન ફિઝિકલ એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચરલ ફેસેલિટી એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટસ ઇન લેંગ્વેજ એન્ડ લીટરેચર, લેંગ્વેજ એન્ડ સ્પોર્ટસમેનશીપ, લીડરશીપ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, લો-રૂલ્સ-રેગ્યુલેશન્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, લાઇબ્રેરી મેનેજમેન્ટ ઇન ફિઝિકલ એજયુકેશન, મીડિયા એન્ડ માસ કોમ્યુનિકેશન એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, મેડિસિન એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ન્યુટ્રીશન એન્ડ ડાયેટેટિક્સ ઇન ફિઝિકલ એજ્યુકેશન , પરફોર્મિંગ આર્ટસ ઇન ફિઝિકલ એજ્યુકેશન, ફિલોસોફિકલ ફાઉન્ડેશન ઓફ ફિઝિકલ એજ્યુકેશન સહિતના 29 વિષયોને કોન્ફરન્સમાં આવરી લેવામાં આવ્યા છે.

‘ઇનોવેટિવ રિસર્ચ ઇન ફિઝિકલ એજ્યુકેશન વિથ ઇન્ટર ડિસિપ્લિનરી એપ્રોચીસ’ વિષય પર માર્ગદર્શન અપાશે

બહાઉદ્ીન કોલેજમાં 24-25 માર્ચે વિદેશથી નિષ્ણાતો આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો