તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મોબાઈલના બોગસ પાર્ટસ સુરત અ\'વાદથી મગાવ્યા\'તા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલના બોગસ પાર્ટસ સુરત-અ\'વાદથી મગાવ્યા\'તા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેમોબાઈલ કંપનીના ડુપ્લીકેટ પાર્ટસ વેચતા રાજકોટના બે વેપારીને ત્યાં પોલીસે દરોડો પાડી 26 લાખ રૂપિયાથી વધુનો મુદામાલ જપ્ત કરી બન્ને વેપારીને કોર્ટમાં રજૂ કરતા જામીન પર મુક્ત કરાયા હતા. બન્ને વેપારી અમદાવાદ અને સુરતના વેપારીઓ પાસેથી મોબાઈલનો ડુપ્લીકેટ માલ લાવીને વેચતા હોવાનું ખુલતા પોલીસે અમદાવાદ અને સુરતના ત્રણેય વેપારીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

સીઆઈડી (ક્રાઈમ)માં થયેલી અરજી બાદ રાજકોટની એ-ડિવિઝન પોલીસને સાથે રાખી ગત શનિવારે રાજકોટમાં પંચનાથ મંદિરવાળી શેરીમાં યુનિકોમ પ્લાઝામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી વિમલભાઈ અશ્વીનભાઈ કેસરિયા (ઉ.વ.40, રહે. આસ્થા મકાન, સંતોષ પાર્ક શેરી નં.1, ઓસ્કાર રેસીડેન્સી પાસે, રૈયારોડ) અને નિલેશ રામભાઈ મોટવાણી (ઉ.વ.29, રહે. બ્લોક નં.2, શ્રધ્ધા શક્તિ સોસાયટી, લીલાશાહ ધર્મશાળા પાસે, સિંધી કોલોની)ની ધરપકડ કરી પોલીસે એપલ અને બીટ્સ કંપનીના 26, 73, 100ની કિંમતના મોબાઈલના ડુપ્લીકેટ પાર્ટસ અને એસેસરિઝ જપ્ત કર્યા હતા. ઘટના સંદર્ભે અમદાવાદના સરસપુરમાં રહેતા અજીતસિંહ ચંદ્રશેખર યાદવે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જામીન પર મુક્ત કરાયા હતા.

ઘટના સંદર્ભે એ-ડિવિઝનના પીએસઆઈ જે.બી. ખાંભલાએ જણાવ્યું હતું કે, રાજકોટના બન્ને વેપારી અમદાવાદમાં મોબાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા મોહનભાઈ પુરોહિત, અમદાવાદના રિલિફ રોડ પર મુર્તિમંત કોમ્પ્લેકસમાં રહેતા રાજુભાઈ અને સુરતમાં રહેતા સ્નેહલભાઈ પાસેથી ઉપરોક્ત કંપનીના ડુપ્લીકેટ તેમજ માર્કાવાળા મોબાઈલ ફોનના પાર્ટસ અને એસેસિરિઝ ખરીદતા હોવાનું સ્પષ્ટતા થતાં ઉપરોકત ત્રણેય વેપારીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ડુપ્લીકેટ પાર્ટસ અને એસેસિરિઝનું પગેરુ અમદાવાદ અને સુરત નીકળતા સીઆઈડી (ક્રાઈમ)ના અધિકારીઓએ પણ તપાસનો દૌર લંબાવ્યો છે. ડુપ્લીકેટ પાર્ટસનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

રાજકોટ પોલીસે 26 લાખનો માલ જપ્ત કર્યો

ત્રણ વેપારીની શોધખોળ, બે જામીન પર મુક્ત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો