તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાળ ખાતે શ્રીમદ્દ ભાગવત કથા, 102 દીકરીઓના સમૂહલગ્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાળ ખાતે શ્રીમદ્દ ભાગવત કથા, 102 દીકરીઓના સમૂહલગ્ન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મવડીપાસેના પાળ ગામે ખોડિયાર માતાજી તથા જખરાપીરના સ્થાનકે 23 માર્ચ ગુરુવારથી 31 માર્ચ શુક્રવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ 1 એપ્રિલ શનિવારે 102 દીકરીના સમૂહલગ્ન યોજાશે. પ્રત્યેક દીકરીને સોનાની ચૂંક, કબાટ, કીચનવેર સહિત એક લાખનો કરિયાવર અપાશે.

મંદિરના પૂજારી તેમજ આઇશ્રી ઘૂનાવાળી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બચુભાઇ જાદવના જણાવ્યા મુજબ પાળના ચોરેથી 23 માર્ચે સાંજે 4 વાગ્યે પોથીયાત્રા નીકળશે જે સાંજે 6 વાગ્યે મંદિરે પહોંચશે. શ્રી ક્ષીપ્રાગીરીબાપુના વ્યાસાસને શરૂ થનારી કથાના શ્રવણનો સમય સવારે 9 થી 12 તેમજ બપોરના 3થી 6 સુધીનો રહેશે. કથા દરમિયાન દરરોજ રાત્રિના 9 વાગ્યે ડાયરો, નાટક, માતાજીનો માંડવો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ધર્મોત્સવ દરમિયાન 24 કલાક રસોડું ચાલુ રહેશે તેમજ 19થી 20 લાખ ભાવિકો પ્રસાદ ગ્રહણ કરશે. ઉપરાંત 1 એપ્રિલના 102 દીકરીના સમૂહલગ્ન યોજાશે. જાન કે માંડવિયા માટે મહેમાનો માટે સંખ્યાનું કોઇ બંધન નથી રખાયું, સૌરાષ્ટ્રના વિવિધ શહેરો ગામોના વર-વધૂ સમૂહગ્રંથીથી જોડાશેે. મંડપ, ડેકોરેશન વગેરે માટે એક કરોડ, પ્રસાદ માટે એક કરોડ તથા પ્રત્યેક દીકરીને એક લાખનો કરિયાવર મળી સમગ્ર ધર્મોત્સવ પાછળ ત્રણ કરોડનો ખર્ચ થશે.

પ્રતિ વર્ષ આઈશ્રી ઘૂનાવાળી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51 કન્યાઓના સમૂહ લગ્નની આયોજન કરવામાં આવે છે. જો કે, વર્ષે નોટબંધીના કારણે પ્રતિવર્ષ માર્ચમાં યોજાતા સમૂહ લગ્ન અંગે ત્રણ માસ અગાઉ વિવિધ પરિવારો તરફથી પૃચ્છા શરૂ થઈ ગઈ હતી.

મુસ્લિમ પરિવાર માટે નિકાહની વ્યવસ્થા

એકમુસ્લિમ પરિવારે પણ નામ સમૂહ લગ્નમાં નોંધણી કરાવી હોય નિકાહ પઢાવવા માટે મૌલવી સહિતની અલગ વ્યવસ્થા સંસ્થા તરફથી કરાઈ છે. નાતજાતના ભેદભાવ વગર સમૂહ લગ્ન યોજાતા હોય નામ નોંધાયું છે.

પ્રત્યેક દીકરીને અપાશે એક લાખનો કરિયાવર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો