તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રેસકોર્સમાં બુધવારથી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસકોર્સમાં બુધવારથી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગરીબવિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, પ્રતિ માસે આર્થિક નળબા પરિવારોને અન્નદાન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા મધુવન ટ્રસ્ટ દ્વારા ધર્મથી વિમુખ ગળ રહેલી પેઢીને ધર્મના માર્ગે વાળવાના પ્રયાસ સ્વરૂપે રેસકોર્સ ખાતે 22 માર્ચથી 28 માર્ચ સુધી ભાગવતાચાર્ય શાસ્ત્રી અરવિંદભાઇ રાવલના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંગે સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળાના જણાવ્યા મુજબ કથાના પ્રારંભ પૂર્વે 22 માર્ચ બુધવારે બપોરે 3 વાગ્યે યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ પેલેસ હોટેલ સામેની શેરીમાં આવેલી ત્રિકમરાયજીની હવેલીએથી વાજતે -ગાજતે પોથીયાત્રા નીકળશે જે યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ગેલેકસી, બહુમાળી ભવન ચોક થઇ રેસકોર્સમાં ઊભા કરવામાં આવેલા મધુવન ધામ ખાતે પહોંચશે. યજમાન ફિલ્ડ માર્શલ ગ્રૂપના પોપટભાઇ કણસાગરા તેમજ ગુજરાત ફોર્જિંગના અરવિંદભાઇ કણસાગરા પરિવાર દ્વારા પોથી પૂજન, આરતી થશે. આચાર્ય, ઉપાચાર્ય તરીકે શાસ્ત્રી અજયભાઇ જોશી તથા રાજેન્દ્રભાઇ પુરોહિત સેવા આપશે. કથા શ્રવણનો સમય બપોરના 3 થી સાંજના 6 સુધીનો રહેશે. સમૂહ અને સાર્વજનિક કથામાં કોઇ પણ પરિવાર જોડાઇ શકે છે. નામ નોંધણી માટે રાજેન્દ્રભાઇ પુરોહિત તથા અજયભાઇ જોશીનો સંપર્ક સાધી લાભ લઇ શકે છે.

કથા શ્રવણનો સમય બપોરે 3 થી સાંજે 6 રહેશે

યાજ્ઞિક રોડ, ત્રિકમરાયજીની હવેલી પરથી વાજતે ગાજતે વિશાળ પોથીયાત્રા નીકળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો