તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદેશી દારૂ અંગે બે દરોડા, દારૂ બિયરના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

વિદેશી દારૂ અંગે બે દરોડા, દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેર પોલીસે વિદેશી દારૂ અંગે બે સ્થળે દરોડા પાડી 3 શખ્સને દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં ઓટો રિક્ષા અને એક્ટિવામાં દારૂ ભરી કેટલાક શખ્સો હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.કે. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે બંને વાહનોમાંથી 102 બોટલ દારૂ અને 216 ટીન બિયરનો જથ્થો જપ્ત કરી સ્થળ પરથી સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદીપસિંહ રીતેન્દ્રસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા અને યુવરાજસિંહ દશરથસિંહ જાડેજાની ધરપકડ કરી દારૂ-બિયર અને વાહનો સહિત કુલ રૂ.1,33,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ ગણેશનગરમાં રહેતો દામજી વેલજી પટેલ કોઠારિયા ચોકડી નજીક બાઇક પરથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તલાશી લેતાં તેના કબજામાંથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બાઇક સહિત કુલ રૂ.25,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...