• Gujarati News
  • National
  • ટેનિસ ટૂર્નામેન્ટ U 12માં રીવા અને સિધ્ધાંત ચેમ્પિયન

ટેનિસ ટૂર્નામેન્ટ U-12માં રીવા અને સિધ્ધાંત ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વ.દિનેશ ગોસાઇ મેમોરિયલ ઓપન રાજકોટ ટૂર્નામેન્ટ પૂર્ણ

એ.જી.ઓફિસરીક્રિએશન કલબ દ્વારા સ્વ.દિનેશ ગોસાઇ મેમોરિયલ ઓપન રાજકોટ અન્ડર-12 ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ રમતનું સુંદર પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટના અંતે બોયઝ વિભાગમાં સિધ્ધાંત પટેલ અને ગર્લ્સ વિભાગમાં રીવા જાદવ ચેમ્પિયન બની હતી. વિજેતાઓને ટ્રોફી તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. ટુર્નામેન્ટના સમાપન કાર્યક્રમમાં શરતચંદ્ર બસંતિયા, શ્રીમતી સુપ્રભાદેવી બસંતિયા, એકાઉન્ટન્ટ જનરલ બી.બસંતિયા, શ્રીમતી દેબોસ્મિતા બસંતિયા તેમજ ડે.એકાઉન્ટ જનરલ અવિનાશ જાધવ ઉપસ્થિત રહ્યાં હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા કલબના સેક્રેટરી રાફેલ ડાભી, જે.ડી.પટેલ, પીયૂષ પટેલ, કુલદીપ રાવલ, કુલદીપ જોશી, પ્રકાશ બક્ષી, પ્રકાશ ઠાકરે સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...