• Gujarati News
  • National
  • 1500મી. ફ્રી સ્ટાઇલ 16.22માં પૂરું કરી ગોલ્ડ મેળવતો આર્યન નેહરા

1500મી. ફ્રી સ્ટાઇલ 16.22માં પૂરું કરી ગોલ્ડ મેળવતો આર્યન નેહરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમહાનગરપાલિકાના પૂર્વ કમિશનર વિજય નેહરાના 13 વર્ષીય પુત્રે વધુ એક વખત આંતરરાષ્ટ્રીયકક્ષાએ ડંકો વગાડી ગુજરાતનું હીર ઝળકાવ્યું છે. તાજેતરમાં સિંગાપોર ખાતે 7મી નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં આર્યન નેહરાએ 1500મી. ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ માત્ર 16:22:19માં પૂરી કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટથી સ્વિમિંગની તાલીમ મેળવી ટૂંકા સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી અનેક મેડલ મેળવ્યાં છે. બે મહિના પહેલા ઉઝબેકિસ્તાનમાં યોજાયેલી એશિયન એજ ગ્રૂપ ચેમ્પિયનશિપમાં આર્યને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યાં હતા. આર્યને વધુ એક વખત મેડલ મેળવી ગુજરાતનો ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...