• Gujarati News
  • National
  • નિકાસકારોને અપાયેલી રાહતમાં સૌરાષ્ટ્રના એક્સપોર્ટર બાકાત

નિકાસકારોને અપાયેલી રાહતમાં સૌરાષ્ટ્રના એક્સપોર્ટર બાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિનિસ્ટ્રીઓફ કોમર્સે નિકાસકારોને રાહત આપી છે,પરંતુ સાૈરાષ્ટ્રના નિકાસકારોને રાહતમાંથી બાકાત રખાયા હોવાનું ચેમ્બર ઓફ કોમર્સ જણાવી રહી છે અને સૌરાષ્ટ્રના નિકાસકારોને રાહત આપવામાં આવે તે અંગે અનેક રજૂઆત કરી હોવા છતાં રજૂઆતને ધ્યાને નથી લેવામાં આવી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસિયા તથા વી.પી.વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સે જે પબ્લિક નોટિસ જાહેર કરી છે. એમાં દેશભરમાંથી નિકાસ થતી વિવિધ આઈટમો પર 2 ટકા એક્સપોર્ટ ઈન્સેટિવ વધારવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રમાંથી જે વસ્તુ કે પ્રોડક્ટ નિકાસ થાય છેે જેમાં ડીઝલ એન્જિન તથા સબમર્શિબલપંપ તથા તેના પાર્ટસ, ઈલેક્ટ્રિક કેબલ્સ અને કાસ્ટિંગ પાર્ટસને બાકાત રાખવામાં આવી છે. નિકાસ માટેની પોલિસી ઘડાતા પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પત્ર મારફતે ચારથી વધારે વખત રજૂઆત કરી હતી અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિનો ચિતાર પણ આપ્યો હતો. સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતી વસ્તુની નિકાસથી ભારત સરકારને કરોડો રૂપિયાના હૂંડિયામણની આવક થાય છે. આમ,છતાં સૌરાષ્ટ્રની પ્રોડક્ટને અેક્સપોર્ટ ઈન્સેટિવનો ફાયદો નહીં મળે તેમ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસિયા તથા મંત્રી વી.પી.વૈષ્ણવની યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતી મહત્ત્વની પ્રોડક્ટને ઈન્સેટિવ નહીં મળે

અન્ય સમાચારો પણ છે...