• Gujarati News
  • National
  • ધો.12 સાયન્સમાં સેમે.ની પરીક્ષા બાકી હોય તેવા ઉમેદવારોની પરીક્ષા લેવાશે

ધો.12 સાયન્સમાં સેમે.ની પરીક્ષા બાકી હોય તેવા ઉમેદવારોની પરીક્ષા લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં વર્ષ 2016-17માં સેમેસ્ટર પધ્ધતિ રદ કરવામાં આવી છે ત્યારે 1 થી 4 સેમેસ્ટરમાંથી કોઇપણ સેમેસ્ટરના વિષય કે વિષયોની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષામાં ઉપસ્થિત રહેવાની પાત્રતા ધરાવતા UFM(એનફેર મીન્સ) ઉમેદવારોની ખાસ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે અને તેમાં ઉપસ્થિત રહેવા માગતા ઉમેદવારોને 30 ડિસેમ્બર સુધીમાં અરજી જમા કરાવવાની સૂચના આપી છે.

શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે કે ઓક્ટોબર-2011 થી ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાનપ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિ અમલમાં મુકવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.08-08-2016ના ઠરાવથી સેમેસ્ટર પધ્ધતિ વર્ષ 2016-17ના વર્ષથી રદ કરવામાં આવી હતી.

આથી જે વિદ્યાર્થીએ સેમેસ્ટર 1 થી 4નો અભ્યાસ પૂરો કર્યો હોય અને કોઇ વિષય કે વિષયોમાં ગેરહાજર રહ્યા હોય તથા માર્ચ-2018ની પરીક્ષામાં ઉપસ્થિત થવાની પાત્રતા ધરાવતા યુએફએમ ઉમેદવારોની ખાસ પરીક્ષા ફેબ્રુઆરી કે માર્ચ-2018માં ગાંધીનગર કેન્દ્ર ખાતે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ અરજીપત્રકનો નમૂનો બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપરથી લઇ તેમાં જરૂરી વિગતો ભરી આચાર્યના સહી સિક્કા કરાવી તથા પરીક્ષા ફીનો ‘સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર’ના નામનો ડ્રાફ્ટ કઢાવી બોર્ડની કચેરીમાં 30 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યા સુધીમાં રૂબરૂમાં અરજી પત્રક જમા કરાવવાનું રહેશે તેમ પરીક્ષા સચિવની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...