• Gujarati News
  • National
  • વીઆઇપી કલ્ચર પર બ્રેક મારવા કવાયત

વીઆઇપી કલ્ચર પર બ્રેક મારવા કવાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીઆઇપી કલ્ચર પર બ્રેક મારવા કવાયત

રેલવેમાંજીએમ, ડીઆરએમ સહિતના મોટા-મોટા અધિકારીઓને વીઆઇપી કલ્ચરમાં રહેવાની આદત પડી ગઇ છે. હાલમાં રેલવે બોર્ડની એક સમિતિના રિપોર્ટમાં સૈલૂનના દુરુપયોગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોટા અધિકારીઓ અંગત કામ માટે પણ સૈલૂનમાં મુસાફરી કરતા હોય છે. એટલુ નહીં, પરંતુ કાર્યાલય અને બંગલામાં વધારાના કર્મચારીઓ રાખવા અંગેની વિગતો પણ બહાર આવી છે. જેના પગલે રેલવે મંત્રાલય દ્વારા વીઆઇપી કલ્ચરવાળી સિસ્ટમ પર રોક લગાવવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે.

આપણાતમામ ફંક્શનોમાં બૂકે બંધ કર્યો છે

^રાજકોટરેલવે ડિવિઝનમાં નિર્ણય ઘણા સમયથી અમલી કરાયો છે અને સ્થાનિક એકપણ કાર્યક્રમમાં બૂકે કે ગુલદસ્તો આપવામાં આવતો નથી. આચારસંહિતા લાગુ થયા પૂર્વે યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા આવ્યા હતા પરંતુ તે કાર્યક્રમમાં પણ બૂકે આપવામાં આવ્યો હતો. > વિવેકતિવારી, પી.આર.ઓ.

અન્ય સમાચારો પણ છે...