• Gujarati News
  • National
  • એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતવિધાનસભાની રાજકોટની આઠ સહિત પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 9 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના પ્રચાર-પડઘમ ગુરુવારે સાંજે 5 વાગ્યે શાંત થઇ જશે. આજે પ્રચારનો છેલ્લો દિવસ હોય દરેક ઉમેદવાર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવશે અને સાંજે 5 વાગ્યા બાદ જાહેરસભાઓ અને માઇકનો ઉપયોગ બંધ થઇ જશે અને ત્યારબાદ ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કાર્ય કરી શકશે. શુક્રવારે કતલની રાત છે અને શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે.

મંગળવારે ઓખી વાવાઝોડાંના કારણે દરેક રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યક્રમોનું ધોવાણ થઇ ગયું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સહિતના નેતાઓના કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. પરંતુ બુધવારે વાતાવરણમાં સુધારો થતા તમામ ઉમેદવારોએ તેમનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...