તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગ્રામીણ મહિલા સ્વિમિંગ સ્પર્ધામાં એક પણ સ્પર્ધક ફરક્યો નહીં

ગ્રામીણ મહિલા સ્વિમિંગ સ્પર્ધામાં એક પણ સ્પર્ધક ફરક્યો નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંખેલ મહાકુંભમાં શુક્રવારે મહારમતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રમશે ગુજરાતના સૂત્ર હેઠળ યોજાતા ખેલ મહાકુંભમાં લાખો ખેલાડીઓ જુદી જુદી રમતોમાં ભાગ લઇ રહ્યા હોવાના દાવાઓ તંત્ર કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ ખાતે ગ્રામીણ મહિલાની અન્ડર-૧૧, ૧૪, ૧૭, ઓપન ગ્રૂપ, ૪૦થી ઉપર અને ૬૦થી ઉપરના વયની તરણ સ્પર્ધા યોજાઈ હતી. પરંતુ સ્પર્ધામાં ૧૦ વાગ્યા સુધી કોઈ મહિલા ખેલાડીઓ નહીં ડોકતા આશ્ચર્ય ફેલાયું હતું. વાતને રાજકોટ જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેને પણ સમર્થન આપ્યું છે. જો કે, મહિલા ખેલાડીઓ શા માટે ભાગ લેવા આવી તે કારણ જાણવા મળ્યું નથી.

તરણ સ્પર્ધામાં ગુરુવારે ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં માત્ર ૩૫ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે, ખેલ મહાકુંભમાં તમામ શાળાઓને ફરજિયાત ભાગ લેવાના દબાણથી તેમજ SAG અને જુદી જુદી રમતોના એસોસિએશન વચ્ચેના ગજગ્રાહને કારણે સમસ્યા સર્જાઈ હોવાનું રમત ગમતના વર્તુળોમાં જોરશોરથી ચર્ચા થઇ રહી છે.

શુક્રવારે સિંદુરિયા સ્વિમિંગ પુલ ખાતે યોજાઈ હતી

અન્ય સમાચારો પણ છે...