• Gujarati News
  • National
  • જૈનોના પંદરના ઘરનો પ્રારંભ, ભાવિકો તપ જપમાં જોડાયા

જૈનોના પંદરના ઘરનો પ્રારંભ, ભાવિકો તપ-જપમાં જોડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનસમાજના પંદરના ઘરનો પ્રારંભ થયો છે. જેમાં દેરાવાસી જૈન સમાજના પંદરના ઘરનો આજથી , જયારે સ્થાનકવાસી જૈનોનો 12 ઓગસ્ટથી પ્રારંભ થશે. 15 ઉપવાસ થતા સોળ ભથ્થાના તપસ્વીઓ તપનો શુભારંભ કરશે.

ઘર એટલે ધારણ કરવું. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જણાવે છે કે, ઘરના દિવસોની યાદ અપાવવા પાછળનો મહાપુરુષોનો શુભ આશય અે રહેલો છે કે, ચાતુર્માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાવન દિવસો નજીક આવી રહ્યા છે તે ચતુર્વિધ સંઘમાં સૌને સ્મૃતિ પર ઉપર રહે તેથી વધારેમાં વધારે ભાવિકો તપ-જપ અને ધર્માચરણમાં જોડાઇ જીવન ધન્ય બનાવે. જૈનોના પર્વનો રાજા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ધર્મ પ્રેમીઓ આતુરતાપૂર્વક પર્વની રાહ જોઇ રહ્યા છે. ધર્મ સ્થાનકો-ઉપાશ્રયોમાં બિરાજમાન ઉપકારી સાધુ સાધ્વીઓ જિનવાણી રૂપી ભેરી વગાડી તપસ્વીઓને જગાડી રહ્યા છે.

12 ઓગસ્ટથી શરૂ થતી પંદરના ઘરની તપરૂપી ગાડીમાં કર્મ નિજેરા માટે બેસી જજો. જેઓએ સોળ ભથ્થુ, 6 ઉપવાસ કરવાની ભાવના હોય તેઓ 11 ઓગસ્ટથી તપના મંડાણ કરે છે. દેરાવાસી મૂર્તિપૂજક સમાજનું 11 તારીખે પંદરનું ઘર છે. જૈન દર્શનમાં માનવ ભવની મહતા અપરંપરાર બતાવેલ છે. કારણ કે ચાર ગતિના જીવોમાં નારકીના જીવો દુ:ખમાં દીન છે. તીર્થંયના જીવો પરાધિન છે.

અન્ય સમાચારો પણ છે...