• Gujarati News
  • National
  • રવિવારે ખુલ્લો મુકાશે લોકમેળાે

રવિવારે ખુલ્લો મુકાશે લોકમેળાે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

સૌરાષ્ટ્રભરમાંપ્રખ્યાત રાજકોટના રેસકોર્સના મેદાનમાં દર વર્ષે યોજાતો ભાતીગળ લોકમેળાની તૈયારી પૂર્ણતાના આરે છે ત્યારે રંગીલા રાજકોટવાસીઓ માટે મનોરંજનનો પટારો લઇ દર વર્ષે આવતા વાઇબ્રન્ટ લોકમેળાનું ઉદ્દઘાટન રવિવારે સવારે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે કરાશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, વર્ષે લોકમેળો વાઇબ્રન્ટ થીમ આધારિત કરાયો છે. જેમાં ઇનોવેશન, ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતે લોકમેળાને અપગ્રેડ કરાયો છે. લોકમેળામાં લોકોમાં ડિજિટલ બેન્કિંગ માટે અવેરનેશ આવે તે માટે બેન્કોના 6 સ્ટોલ રાખવામાં આવ્યો છે જેમાં મેળાના મુલાકાતીઓને કેશલેસ ટ્રાન્ઝેકશન અને પીઓએસ મશીનનું મહત્ત્વ વિશે સતત જાગૃતિ કેળવવામાં આવશે.

તેમજ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય મતદાર જાગૃતિ માટે ચાર સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં સતત દર ત્રીસ મિનિટે મતદારોમાં જાગૃતિ માટે અને મતદાનનું મહત્ત્વ સમજાવવા માટે અલગ-અલગ ક્લિપ્સ પ્રસારિત કરવામાં આવશે. વર્ષે તંત્ર દ્વારા યુવા મતદારો પર ફોક્સ કરવામાં આવ્યું છે.

રવિવારે કેબિનેટ મંત્રીના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાશે જેમાં રમકડાં, નાની-મોટી ચકરડીઓ, યાંત્રિક રાઇડ્સો, ખાણી-પીણીના સ્ટોલ્સ, આઇસક્રીમના ચોકઠા સહિત મનોરંજનના અનેક આયામો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને તેના કારણે સૌરાષ્ટ્રના ગામે-ગામથી લોકો મેળો માણવા રાજકોટમાં ઊમટી પડશે. લોકમેળામાં 13 થી 15 લાખ લોકો મહાલવા આવે તેવો તંત્રનો અંદાજ છે.

મનોરંજનની સાથે લોકમેળામાં મતદાન જાગૃતિનું કેમ્પેન ચલાવાશે

અન્ય સમાચારો પણ છે...