પરિણીતાએ એસિડ પી આપઘાત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીરોડ પર ખોડિયાર પાર્કમાં માવતરને ત્યાં રિસામણે બેઠેલી કિરણ હેમંત મિયાત્રા (ઉ.વ.27) એસિડ ગટગટાવી લેતા તેને હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, કિરણના લગ્ન સાત વર્ષ પહેલા થયાં હતા, સંતાનમાં એક પુત્ર છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે પત્નીને ત્રાસ અાપતો હોવાના કારણે કિરણ 5 વર્ષથી માવતર રિસામણે છે. પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હોવાથી તેણે આવું પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકની માતાએ પુત્રીના આપઘાત અંગે જમાઇ હેમંત સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...