તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલ્યાણપુરમાં છેલ્લા 15 દિવસથી વિજ ધાંધીયાના બનવો વધી રહયા

કલ્યાણપુરમાં છેલ્લા 15 દિવસથી વિજ ધાંધીયાના બનવો વધી રહયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુરમાં છેલ્લા 15 દિવસથી વિજ ધાંધીયાના બનવો વધી રહયા છે અને દિવસ તથા રાત્રીના છાશવારે વિજળી ગુલ થઇ જતાં બાળકો, મહિલાઓ સહિત વૃધ્ધો ભારે કફોડી હાલતમાં મુકાઇ જતા હોય છે. જે અંગે વીજ કર્મચારીઓનેા સંપર્ક કરવામાં આવતા સાચી હકીકત જાણવા મળતી નથી અને લાઇનમાં ફોલ્ટ છે અને કામ થઇ જતા લાઇટ આવી જશે તેવંુ વારંવાર રટણ કરવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને બે દિવસથી રાત્રીભર લાઇટ રહેતી નથી અને આ સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહયો છે.જેથી વેપારીઓ સહિત ગ્રામજનો કામકાજમાં ભારે સમસ્યાઓ સર્જાતી હોવાથી ભારે રોષ ફાટી નિકળ્યો છે અને વીજ કર્મચારીઓ રાત્રીના સમયે કામ નથી કરતા અને દિવસમાં આડેધડ કામ કરી લાઇટ ચાલુ કરતા હાેય તેવા દૃશ્યો જોવા મળી રહયા છે. આમ વિજ કંપનીની પોલંપોલ ઉજાગર કરી રહયા છે. આ અંગે પીજીવીસીઅેલના કર્મચારીઓ,અધિકારીઓ સામે રોષની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...