પોલીટીકલ રીપોર્ટર | ચલાલા
પોલીટીકલ રીપોર્ટર | ચલાલા
ચલાલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે મળેલી બેઠક બાદ આજે કારોબારી સમિતીના ચેરમેન તરીકે ચંપાબેન ગેડીયા અને પક્ષના નેતા તરીકે જયરાજભાઇ વાળાની વરણી કરવામા આવી હતી.
અહી વરણી માટેની આ બેઠક વખતે સાંસદ નારણભાઇ કાછડીયા, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, ચલાલા શહેરના પ્રભારી ભરતભાઇ વેકરીયા, જિલ્લા મંત્રી હિતેષભાઇ જોષી, જીતુભાઇ જોષી, બીચ્છુભાઇ માલા, ઇકબાલભાઇ બેલીમ, ધીરૂભાઇ સોંડીગલા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી સમિતીના ચેરમેનની વરણી બાદ એકબીજાના મો મીઠા કરાવી શહેરના માર્ગો પર વિજયોત્સવ ઉજવવામા આવ્યો હતો. બાદમા તમામ સભ્યો અહી પુજય દાનબાપુની જગ્યામા દર્શનાર્થે પહોંચ્યા હતા. પ્રમુખ હિમતભાઇ દોંગા અને ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇએ જણાવ્યું હતુ કે અમે લોકોની અપેક્ષા મુજબનુ શાસન આપીશું. છેવાડાના માનવી સુધી તેનુ ફળ મળે તેવા પ્રયાસ થશે.