તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 બી રિટર્ન ભરવાનો શનિવારે છેલ્લો દિવસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી લાગુ થયા બાદ પણ આજદિન સુધી આવતા વારંવાર ફેરફાર તેમજ પોર્ટલ પરની અવ્યવસ્થાથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. શનિવારે 3 બી રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ છે. એવામાં દર વખતની જેમ આ વખતે પણ હજુ પોર્ટલ અપડેટ નથી કરવામાં આવ્યું. જેને કારણે વેપારીઓ રિટર્ન ભરી શકશે કે કેમ તે એક મુખ્ય પ્રશ્ન છે. આ અંગે ટેેેક્સ કન્સલટન્ટ જતિન ભટ્ટના જણાવ્યાનુસાર જીએસટી આવ્યા પછી આજદિન સુધી એક પણ સમસ્યા હળવી થઈ નથી.

બે માસ પછી એન્યુઅલ રિટર્ન ભરવાની અંતિમ મુદત છે. આમ છતાં હજુ સુધી તેની યુટિલિટી મુકાઈ નથી.એન્યુઅલ રિટર્નમાં અેક એક વિગતો ચેક કરવાની રહેશે. જેમાં સમય પણ ઘણો જોશે. આવા સમયે એન્યુઅલ રિટર્નના ફોર્મ વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ ઊઠી છે. કુલ નવ પ્રકારના એન્યુઅલ રિટર્ન ભરવાના થશે. એક રિટર્ન ભરવાના અંદાજિત પાંચ હજારથી વધુ એન્ટ્રીઓ ચેક કરવાની રહેશે. જેમાં સમય વધુ જોઇશે.

અન્ય સમાચારો પણ છે...