તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરાના પરીક્ષા શરૂ, રાજકોટમાં વેકેશન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલ જે આઈશોલેશન વોર્ડ છે તે સ્વાઈન ફ્લુ માટે ઘણા વર્ષોથી વપરાતો હોવાથી આઈશોલેશનના તમામ ધારાધોરણો મુજબ કામગીરી થઈ રહી છે. વોર્ડ માટે નોડલ ઓફિસર તરીકે મેડીસીન વિભાગના ડો. આરતી ત્રિવેદી નિમાયા છે. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવે કહ્યું કે, મેડીસીન વિભાગ આ માટે પૂરી જવાબદારી સાથે કામ કરી રહ્યુ છે અન્ય વિભાગો મદદ કરી રહ્યા છે, 42 રેસિડેન્ટ ડોક્ટર્સ સહિતની 50 ડોક્ટર્સની રાઉન્ડ ધ ક્લોક આઈશોલેશન વોર્ડમાં સેવા આપશે. મેડીસીન વિભાગના એચઓડી ડો. એસ.કે. ગઢવીચારણ, પ્રોફેસર ડો. પંકજ પાટીલ અને ડો. આરતી ત્રિવેદી જવાબદારી સંભાળશે. ડો. આરતીએ જણાવ્યુ હતુ કે હાલ તો તેમની પ્રાથમિકતા દર્દીઓની સારવાર કરવાની છે. કોરોનાની કોઇ દવા ઉપલબ્ધ ન હોવાથી દર્દીમાં જેવા જેવા લક્ષણો હોય તે મુજબ દર્દીની સારવાર કરાશે.

મહામારીને કાબૂમાં લેવા 100 ટકા રિઝલ્ટ મળે તે માટે સરકારી તંત્રની 24X7 કલાકની તનતોડ મહેનત : 9 હોસ્પિટલમાં 29 આઇસોલેશન વોર્ડ શરૂ

રાજકોટ | રાજકોટમાં કોરાનાએ સરકારી તંત્રની આકરી કસોટી શરૂ કરી છે. બીજીબાજુ અધિકારીઓએ શહેરમાં જ્યાં ભીડ વધુ થાય છે તે તમામ સ્થળે એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એમ કહી શકાય કે, શહેરમાં વેકેશન જેવો માહોલ આજથી ખડો થશે. લોકોને અફવા ન ફેલાવવા અને ખોટા મેસેજ વાંચીને ડરવાની જરૂર ન હોવાનું જાહેર કરાયું છે. અગત્યના કામ વિના બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. કોરોના પોઝિટીવ આવ્યા પહેલા યુવાનેને શરદી અને તાવની સમસ્યા રહેતા અલગ અલગ 4 તબીબો પાસે સારવાર કરાવી હતી. તે પૈકીના એક તબીબને સાંજે જ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. આ ઉપરાંત અન્ય 3 તબીબોનો પણ રાત્રીના સમયે સંપર્ક કરાયો હતો. આ તબીબોને પણ ક્વોરન્ટીન થવાનુ કહેવાયુ છે. ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ ચારેય તબીબને હોમ ક્વોરન્ટીનને બદલે પથિકાશ્રમમાં અન્ય ક્લોઝ કોન્ટેક્ટની સાથે રખાયા છે. આ ઉપરાંત એક તબીબે ચકાસેલા તમામ દર્દીઓને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

અરજી માટે પોલીસ સ્ટેશને રૂબરૂ નહીં ઓનલાઇન પ્રક્રિયા કરવા તાકીદ

કોરોનાની કોઇ દવા નથી તેથી જેવી સમસ્યા તેવી સારવાર કરાશે : ડો. આરતી

આઈસોલેશન વોર્ડમાં સજ્જડ બંદોબસ્ત, 50 તબીબ ખડેપગે

12 લોકો સાથે આવેલા યુવાનની 12મીએથી બીમારી વધુ વકરી

રાજકોટ | રાજકોટ શહેરમાં કોરોનાનો કેસ નોંધાતા રાજકોટ શહેર પોલીસ તંત્રે પણ વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને લોકોને ફરિયાદ કે અરજી કરવા પોલીસ સ્ટેશને રૂબરૂ જવાને બદલે ઓનલાઇન અરજી કરવા તાકીદ કરવામાં આવી છે, તેમજ તકેદારીના ભાગરૂપે શહેરના તમામ પોલીસ સ્ટેશન અને વાહનોને ધોઇને સાફ કરવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકજાગૃતિ જરૂરી છે, પોલીસ સ્ટેશને રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક, ઇ–મેલ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર કરી શકશે. રૂબરૂ જવું આવશ્યક હોય તો બેથી વધુ લોકોને જવું નહીં, તેમજ અોનલાઇન અરજી કે ફરિયાદ આવ્યા બાદ તપાસનીશ અધિકારી દ્વારા વીડિયો કોલિંગથી નિવેદન નોંધાશે.

રાજકોટ | યુવાન સાથે 9 લોકોનો પરીવાર ઉમરાહ કરવા ગયો હતો. આખો પરીવાર 21 ફેબ્રુઆરીએ મક્કા મદીના ગયો હતો જ્યારે 8મીએ પરીવાર તેમજ અન્ય પ્રવાસી સહિત 11 લોકો પરત આવ્યા હતા. યુવાનની તબિયત ત્યારબાદ બગડવા લાગી હતી. રાજકોટ પહોંચ્યાના બીજા દિવસથી તેને શરદી અને કફ રહેતા સ્થાનિક ડોક્ટર પાસે સારવાર કરાવી હતી અને કમજોરી લાગતા બાટલો પણ ચડાવાયો હતો. 12 માર્ચે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને મૂડ સ્વિંગ એટલે સ્વભાવમાં પણ ફરક પડવા લાગ્યો હતો. 18મીએ સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો અને 19મીએ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ આ યુવાનની હાલત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે.

જંગલેશ્વરમાં દરેક વ્યક્તિની તપાસ થશે

જંગલેશ્વર ખૂબ જ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં કોરોનાનો ચેપ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. આથી મનપાની આરોગ્ય વિભાગની ટીમો જંગલેશ્વરમાં તૈનાત કરાઈ છે. આ ટીમો જે કોઈમાં પણ લક્ષણો દેખાય તેની પ્રાથમિક તપાસ કરશે અને જો કોરોનાને ભળતા લક્ષણો હશે તો સીધા ક્વોરન્ટીન કરાશે.
અન્ય સમાચારો પણ છે...