ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કેશોદનો શખ્સ વિદેશીદારૂ સાથે પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસે જુદા જુદા બે સ્થળે વિદેશીદારૂના દરોડા પાડી 79 બોટલ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે એક શખ્સ શંકાસ્પદ જણાતા તેને અટકાવી સામાનની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન થેલામાંથી વિદેશીદારૂની 78 બોટલ મળી આવી હતી. પૂછપરછ કરતાં તે કેશોદના સરદારનગર સોસાયટીમાં રહેતો રાજેન્દ્ર જેઠાભાઇ દયાતર હોવાનું કહ્યું હતું. પોલીસે રાજેન્દ્રની ધરપકડ કરી અહીં વિદેશીદારૂ કોને આપવા આવ્યો હતો. અન્ય એક દરોડામાં મવડી, પંચશીલ સોસાયટી-1માં રહેતા દિનેશ સોલંકી નામના શખ્સને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ પાસેથી વિદેશીદારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...