તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News June 30 2018 The Morning Flight Of Jet Airways To Mumbai39s Rajkot 070553

30 જૂન 2018ના રોજ સવારની જેટ એરવેઝની મુંબઈની ફ્લાઈટ રાજકોટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30 જૂન 2018ના રોજ સવારની જેટ એરવેઝની મુંબઈની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થઇ, પરંતુ રાજકોટથી મુંબઈ જવા માટે ટેકઓફ થયાની 3 મિનિટમાં જ એકસાથે 4 બર્ડ ફ્લાઈટના એન્જિનમાં આવી જતા આ ફ્લાઈટનું પરત રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એકસાથે 4 પક્ષી એન્જિનમાં આવી જતા એન્જિન ડેમેજ થઇ ગયું હતું અને આ ફ્લાઈટ બે દિવસ સુધી રાજકોટ એરપોર્ટ પર જ પડી રહી હતી. એન્જિન રિપેર કરવા મુંબઈથી ખાસ ટેક્નિશિયન બોલાવ્યા બાદ બધું સલામત થયું હતું અને આ ફ્લાઈટે ફરી ઉડાન ભરી હતી

ચોમાસામાં સૌથી વધુ પક્ષીઓ રન-વે પર આવે છે
ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં પક્ષીઓ એરપોર્ટ કેમ્પસ, રન-વે અને આસપાસ જોવા મળે છે. કારણ કે, ચોમાસામાં જીવજંતુનું પ્રમાણ પણ વધે છે અને તેથી પક્ષીઓ જીવજંતુઓ ખાવા માટે રન-વે પર એકઠા થતા હોય છે. એરપોર્ટની દીવાલ પાસે જ નોનવેજ ખાણી-પીણીની લારીઓ ઊભી રહે છે તેનો વેસ્ટ પણ એરપોર્ટ નજીક જ નખાય છે. સ્થાનિકો પણ ક્યારેક કચરો કે એંઠવાડ એરપોર્ટની દીવાલની અંદર ફેંકી દે છે.

અન્ય સમાચારો પણ છે...