• Gujarati News
  • National
  • Rajkot News Jmj Group To Step In 108 Couples Dominance At Planned Mass Weddings 071529

જેએમજે ગ્રૂપ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 108 યુગલ પ્રભુતામાં પાવન પગલાં પાડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 12 ડિસેમ્બર 2019ને ગુરુવારના રોજ જે.એમ.જે ગ્રૂપ રાજકોટના મયૂરધ્વજસિંહ એમ.જાડેજા દ્વારા ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. સમૂહલગ્ન માટે માળાના મણકા સમાન 108 કે તેથી પણ વધુ યુગલ સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડે તેવું જાજરમાન આયોજન કરાયું છે. આ અંગે મયૂરધ્વજસિંહ એમ. જાડેજા એ જણાવ્યું હતું કે, કોઇપણ જ્ઞાતિના બંધન વિના દરેક સમાજના પરિવારોને આ સમૂહ લગ્નોત્સવમાં આવરી લેવાશે. આ લગ્ન સમારોહમાં યુવતીઓને કરિયાવર આપવામાં આવશે.

લગ્ન ઇચ્છુક વર-કન્યાઓના માતા-પિતાએ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ મેળવવાના રહેશે. જેમાં આધારકાર્ડ, ઉંમરનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો, પાંચ ફોટા વગેરે જરૂરી માહિતી સાથે લાવવાની રહેશે. બંને પક્ષોએ પુખ્ત ઉંમરના કાયદેસરના દસ્તાવેજ પુરાવા આપવાના રહેશે જે બંને પક્ષોને બંધનકર્તા રહેશે. રજિસ્ટ્રેશન વખતે રૂ. 5000 ડિપોઝિટ પેટે આપવાના રહેશે જે લગ્ન સમયે પરત કરવામાં આવશે. લગ્નમાં વર અને કન્યા પક્ષના માણસો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે.આ વિનામૂલ્યે આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વર-કન્યાના નામ નોંધણી માટે વહેલા તે પહેલાના ધોરણે કાર્યાલય, ચંદન સ્ટુડિયોની બાજુમાં, નીલકંઠ ટોકીઝ પાસે, ખોડિયાર ચા હોટેલની ઉપર, કોઠારિયા રોડ રાજકોટ ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...